
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા. 22 જૂન 2019, શનિવાર
બેન્કના એટીએમમાં ચોરી કરવાની અનેક ઘટના બની છે ત્યારે પુણેના યવત અને અહમદનગરના સંગમનેરમાં રાતે અજાણ્યા આરોપી એટીએમ મશીન જ ઉપાડીને પલાયન થઇ જતા ખળભળાટ મચી ગયો હતો. આ બંને ઘટનામાં અંદાજે ૫૦ લાખ રૂપિયા ચોરી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય એક એટીએમમાં ચોરીનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પોલીસે આ તમામ કેસની ઝણવટભરી તપાસ શરૂ કરી છે.
પુણે-સોલાપુર હાઇવે પર યવત પાસે રાતે આરોપી ૩૦ લાખ રૂપિયા સાથે બેન્કનું એટીએમ મશીન જ ઉપાડીને પલાયન થઇ ગયા હતા જેને લીધે ચકચાર જાગી હતી.
બીજી તરફ અહમદનગર જિલ્લામાં સંગમનેરમાં ૧૭ લાખ રૂપિયા રાખેલા એટીએમ મશીનની ચોરી કરવામાં આવી હતી. અહીં સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યો નહોતો. શરૂઆતમાં આરોપીઓ એટીએમ મશીન તોડવાનો પ્રયત્ન કર્યો હતો. પણ સફળ ન થતા તેઓ મશીન જ ઉપાડીને નાસી ગયા હતા.
પોલીસ ચોરની શોધખોળ કરી રહી હતી ત્યારે વડગાવ પાન ગામમાં એટીએમમાં ચોરી કરવા આવેલા આરોપી સ્થાનિક લોકોને જોઇને રફુચક્કર થઇ ગયા હતા. પોલીસે આરોપીઓને પકડવા ડૉગ સ્કવૉડની મદદ લીધી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Kxy329
via Latest Gujarati News
0 Comments