મુંબઇ તા.10 જુન 2019 સોમવાર
હોનહાર અભિનેત્રી કિયારા અડવાણીએ કહ્યું હતું કે લવ સ્ટોરી ધરાવતી ફિલ્મમાં લીપ લૉકનું દ્રશ્ય હોય એમાં કશી નવાઇ નથી. બે પ્રેમીઓ કીસ કરી એ સ્વાભાવિક ગણાય.
મૂળ તેલુગુ હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક કબીર સિંઘમાં શાહિદ કપૂર સાથે ચમકી રહેલી કિયારા અને શાહિદ કપૂરની કેમિસ્ટ્રી ચારે કોર વખણાઇ રહી છે અને આ ફિલ્મના કીસ સીનની હાલ ચર્ચા થઇ રહી છે.
મિડિયાએ કિયારાને લીપ લૉકના આ સીન વિશે પૂછતાં એણે કહ્યું કે આ એક સાવ સામાન્ય બાબત છે. એમાં નવાઇ પામવા જેવું કશું હોય એવું મને લાગતું નથી. બે પ્રેમીએા કીસ કરે એમાં આશ્ચર્ય પામવા જેવું છે શું ? ઇટ્સ ક્વાઇટ નેચરલ...પ્રેમમાં પડેલા બે હૈયાં કદી દુનિયાની પરવા કરતા નથી કે જાહેરમાં પોતાની લાગણી વ્યક્ત કરતાં ખંચકાતા નથી. એટલે લીપ લૉકના સીન અંગે ચર્ચા કરવા જેવું કશું નથી.
'આ એક નોર્મલ બાબત છે અને પ્રેમમાં પડેલી દરેક વ્યક્તિ આવી અનુભૂતિ કરી ચૂકી હોય છે. આ કંઇ પહેલીવાર બનતી ઘટના નથી. સેંકડો વરસોથી કીસ સ્વાભાવિક બાબત ગણાઇ છે. મિડિયા એને કેમ જુદી રીતે ઘટાવે છે એ મને સમજાતું નથી...આ સીન ફિલ્મમાં મારી મચડીને ઉમેરવામાં આવ્યો નથી. કથાના પ્રવાહમાં દર્શકોને ખ્યાલ પણ નહીં રહે કે કીસનો સીન આવી ગયો...'
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZhQWK4
via Latest Gujarati News
0 Comments