સાતારામાં મુશળધાર વરસાદ:લાતૂરમાં વીજળી ત્રાટકતા એકનું મોત


મુંબઇ, તા. 10 જૂન 2019, સોમવાર

અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રાસી ગયેલા મુંબઇ સહિત મહારાષ્ટ્રના લોકોએ રવિવારે ચોમાસા પૂર્વના વરસાદને લીધે થોડી રાહત અનુભવી હતી. સાતારામાં સતત એક કલાક સુધી ધેાધમાર વરસાદ તૂટી પડતા જળબંબાકાર સ્થિત સર્જાઇ હતી. અને નીચાણવાળા વિસ્તારમાં ઘરોની અંદર પાણી ભરાઇ ગયા હતા. લાતૂરમાં તોફાની પવન સાથે વરસાદ પડયો હતો અને વીજળી ત્રાટકતા એક જણનું મોત થયું હતું.

મુંબઇ ઉપરાંત પુણે, પિંપરી- ચિંચવડ, યવતમાળ, લાતૂર ઉસ્માનાબાદમાં જોરદાર વરસાદ પડયો હતો. ઉસ્માનાબાદમાં રવિવારે બપોરે સૂસવાટા બોલાવતા પવન સાથે વરસાદ પડયો હતો. કેટલાય કાચા ઘરોના છાપરાં ઉડી ગયા હતા. કેટલાક વિસ્તારોમાં ઝાડ પડી ગયા હતા અને વીજ પુરવઠો ખંડિત થયો હતો. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wIhk3t
via Latest Gujarati News

Post a Comment

0 Comments