
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 10 જૂન 2019, સોમવાર
ભાજપની દિલ્હીમાં યોજાયેલી કોઅર કમિટીની બેઠક બાદ શિવસેના અસ્વસ્થ એટલે કે નારાજ થતી હોવાનું ચિત્ર દેખાઈ રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બેઠકમાં મુખ્ય પ્રધાન ભાજપનો હશે એ બાબતે કરેલા સંબોધનથી શિવસેનામાં નારાજગી વ્યાપી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. આ અગાઉ રાજ્યના મહેસુલ પ્રધાન ચંદ્રકાન્ત પાટીલે શિવસેના-ભાજપ યુતિની ફોર્મ્યુલા (સમીરકરણ) પર કરેલા વક્તવ્યથી શિવસેના નારાજ થઈ હતી.
ભાજપ કોઅર કમિટીની ગઈ કાલે (રવિવાર) બેઠક યોજાઈ હતી. રાજ્યમાં યોજાનારી આગામી વિધાનસભ્યની ચૂંટણી પર આ વેળા મંથન કરાયું હતું. વિધાનસભા માટે શિવસેના સાથે યુતિ રહેશે. માત્ર મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન ભાજપના જોઇઈએ એવું સંબોધન અમિત શાહે કર્યું હતું.
તે વેળા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશાધ્યક્ષ રાવસાહેબ દાનવે, આશિષ શેલાર, વિનોદ તાવડે, સુધીર મુનગંટીવાર, ચંદ્રકાન્ત પાટીલ, પંકજા મુંડે, સુભાષ દેશમુખ સહિત કેટલાક નેતા ઉપસ્થિત હતા.
મહારાષ્ટ્રમાં શિવસેના સાથે વિધાનસભામાં યુતિ થશે. લોકસભા નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવવા માટે કામ કર્યું છે. તેમ જ વિધાનસભામાં ભાજપના મુખ્ય પ્રધાન બનાવવા માટે કરવાનું છે. માત્ર આપણી બેઠકો નહીં, પણ મિત્ર પક્ષની બેઠકને પણ ચૂંટાઈ લાવવા માટે એટલી જ મહેનત કરવાની એવી સૂચના અમિત શાહે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આપી હતી. પરિણામે શિવસેનામાં નારાજગી વ્યાપી હોવાનું રાજકીય વર્તુળોમાં કહેવાય છે.
દરમિયાન કેન્દ્રીય પ્રધાન મંડળમાં શિવસેનાને હેવી ઇન્ડસ્ટ્રીઝનું પ્રધાનપદુ આપતાં શિવસેનામાં નારાજગી થઈ છે, એવું જાણવા મળ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ આ મામલે ખંડન કર્યું હતું. આ સાથોસાથ શિવસેનાના લોકસભાના ઉપાધ્યક્ષ પદ શિવસેનાને આપવાની માગણી કરાઈ છે. હવે જોવાનું આગામી દિવસોમાં શિવસેના-ભાજપ વચ્ચે કેવી ભૂમિકા હશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/31nKFhI
via Latest Gujarati News
0 Comments