
(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા. 10 જૂન 2019, સોમવાર
પુલવામાના આતંકવાદી હુમલા પછી ભારતની સેનાએ જે હવાઈ હુમલા કર્યા એ પાકિસ્તાનમાં નથી કર્યા તો એ હુમલા પાક. કબજા હેઠળના કાશ્મિરમાં કર્યા હોવાનો વિવાદાસ્પદ ખુલાસો કરીને માજી રક્ષાપ્રધાન શરદ પવારએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાના આરંભમાં ધૂળ ઝોંકી હોવાનું કહીને વડાપ્રધાન ઉપર પ્રહાર કર્યો. જ્યાં હુમલા કરવામાં આવ્યા એ ભારતનો જ ભાગ છે અને એનો અર્થ એજ છે કે આ હુમલા આપણી સેનાએ આપણા જ દેશમાં કર્યા છે અને વડાપ્રધાન મોદી દેશની જનતાને ગુમરાહ કરવામાં સફળ થયા છે એવું પણ શરદ પવારએ ઉમેર્યું.
એનસીપી આ શરદ પવારએ કોંગ્રેસ પાર્ટી સાથે છૂટાછેડા લઈને ૧૯૯૯માં અલગ પાર્ટી બનાવી એની ૨૧મી એનીવર્સરી નિમિત્તે શરદ પવારએ સોશિયલ મીડિયા ફેસબૂક લાઈવના માધ્યમથી કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો અને એ સંવાદ સાધતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન તાક્યું હતું.
પાકિસ્તાનમાં ઘુસીને ઘરમાં ઘૂસીને મારીશું એવું સતત બોલતા રહેવું એના કારણે દેશની જનતાને એ એક આકર્ષણ લાગ્યું પણ લોકો ફસાઈ ગયા એની જાણ લોકોને હજી થતી નથી. સર્વ સામાન્ય માણસને, દેશની જનતાને આંતરરાષ્ટ્રીય સીમા રેખા અને એવા અનેક મુદ્દાઓની એટલી કાંઈ જાણકારી રહેતી નથી એનો જ લાભ મોદીએ ઉઠાવ્યો, એવા શબ્દોમાં શરદ પવારએ ટીકા પણ કરી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ka7iAW
via Latest Gujarati News
0 Comments