આજથી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની મુલાકાતેઃ અમરનાથ યાત્રાની વ્યવસ્થા અંગે ચર્ચા કરશે

નવી દિલ્હી, તા. 26 જૂન 2019, બુધવાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી જમ્મુ-કાશ્મીરની મુલાકાત શરૂ કરશે. પોતાની મુલાકાત દરમિયાન અમિત શાહ રાજ્યની સુરક્ષાની સ્થિતિ વિશે જાણકારી મેળવશે અને વિકાસકાર્યોની સમીક્ષા કરશે. ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહની આ પહેલી જમ્મુ-કાશ્મીરની મુલાકાત છે.

શ્રીનગરમાં અમિત શાહ બેઠક દરમિયાન આંતરિક સુરક્ષા ઉપરાંત અમરનાથ યાત્રાની વ્યવસ્થા પર પણ ચર્ચા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ અમરનાથજી ગુફા પણ જઇ શકે છે. અમરનાથ યાત્રા પહેલી જુલાઇથી શરૂ થઇને 15 ઓગસ્ટ સુધી ચાલશે.

અમિત શાહ ભાજપના કાર્યકરો અને પંચાયત સભ્યોને પણ સંબોધિત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે પણ મુલાકાત કરશે અને રાજ્યની વર્તમાન સુરક્ષા સંબંધિત સ્થિતિ પર ચર્ચા કરશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KFGGrJ
via Latest Gujarati News

Post a Comment

0 Comments