ભારે વિવાદ બાદ મુખ્ય પ્રધાનના બંગલાનું પાણીનું બિલ ભરી દેવામાં આવ્યું


મુંબઇ, તા. 26 જૂન 2019, બુધવાર

ભારે વિવાદ બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના વર્ષા શાસકીય નિવાસસૃથાન અને સહ્યાદ્રી અતિથ ગૃહના (ગેસ્ટ હાઉસ) પાણીના બિલ નીકળતા નાણા આખરે રાજ્યના સાર્વજનિક બાંધકામ વિભાગે મુંબઇ મહાનગર પાલિકાના 'ડી' વોર્ડમાં જમા કરાવ્યા હતાં.

મુખ્ય પ્રધાનના નિવાસસૃથાનના પાણીના બિલ ભરાયા નથી. તેઓે પાલિકાની યાદીમાં ડિફોલ્ટર છે એવા સમાચાર બહાર આવ્યા બાદ સરકારના કારભારની આકરી ટીકા થવા લાગી હતી. આ મુદ્દો આજે વિધાનસભામાં પણ ઉછળ્યો હતો.

એન.સી.પી.ના વિાૃધાનસભ્ય અજિત પવારે પાણીના લેણા નીકળતા બાબતે સરકારને અને પ્રશાસકીય અિાૃધકારીઓને આડે હાાૃથ લીધા હતા. મુંબઇમાં કરોડો લોકો રહે છે. તેઓ પાણીના  બિલ ન ભરે તો પાણીના કનેક્શન ખંડિત કરાય છે. પણ મુખ્ય પ્રધાનના બંગલાના પાણીના બિલ ભરાઇ નહીં તો કોઇ કાર્યવાહી થતી નથી.

પ્રશાસને વર્ષા બંગલાના પાણી પુરવઠો તાત્કાલિક ખંડિત કરવો જોઇએ. ભલે મુખ્ય પ્રધાન સ્નાન કર્યા વગર સભાગૃહમાં આવે એમ અજિતપવારે જણાવ્યું હતું. જો કે પાણીના બિલ ભરાયા હોવાનું વિધાનસભામાં જાણ કરાઇ હતી. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2X7kA2W
via Latest Gujarati News

Post a Comment

0 Comments