
મુંબઇ તા. 26 જૂન 2019, બુધવાર
વિદેશથી આયાત કરાયેલા ખાસ ફળોની માંગણી હાલ દેશભરમાં વધી રહી છે. સુંદર રંગ અને ખટમધુરા સ્વાદ સાથે આરોગ્ય માટે ઉપયોગી ગુણવર્ધને પગલે વધુને વધુ ભારતીયો આ ફળોને અપનાવી રહ્યા છે. આ ફળોના ભવ્ય ભારતીય ફળો કરતા ખૂબ જ વધુ હોવા છતા પણ સમાજના એકાદા ખાસ વર્ગ તરફથી આવા ફળોની ખૂબ જ માગ હોવાનું સ્પષ્ટ છે.
અમેરિકાથી આવતા લીલા સફરજન, ન્યૂઝિલેન્ડના સફરજન અને કીવી, પીચ, પેર, ડ્રેગન ફ્રૂટ, બ્લૂ બેરી, રેડ બેરી, પ્લમ જેવા ફળોની ભારતીય બજારમાં ખૂબ જ વધી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વિદેશી ફળોની માંગમાં ૪૦ ટકાનો વધારો જોવા મળ્યો હોવાનું એપીએમસી માર્કેટના ફળ વિક્રેતાઓએ જણાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XBQdGf
via Latest Gujarati News
0 Comments