ઉલ્ટા ચશ્મામાં દિશા વકાણી પાછી ફરે તેવી શક્યતા હવે નહીંવત્


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 26 જૂન 2019, બુધવાર

ટચૂકડા પડદાની લોકપ્રિય સીરિયલ 'ઉલ્ટા ચશ્મા'માં લાંબા સમયથી દયાબેનનું પાત્ર જોવા નથી મળી રહ્યું. દર્શકો તેમજ શોની ટીમ દિશા વકાણી આ શોમાં પાછી ફરે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. દિશા ફરી આ શોમાં પાછી ફરવાની છે તેવી અટકળ થતી રહેતી હતી. પરંતુ દિશા વકાણી આ શોનો હિસ્સો નથી બની, તે વાસ્તવિકતા છે. 

તાજા રિપોર્ટને માનીએ તો, દિશા વકાણી હવે આ શોનો હિસ્સો બને એ આશા ઓસરી ગઈ છે આ શોના નિર્માતા અસિત મોદી હવે દિશાની રાહ જોઇને કંટાળી ગયો છે. તે હવે દિશાની વધુ રાહ નથી જોવા માગતો.  નિર્માતાના પ્રમાણે, હવે દિશા આ શોમાંથી બહાર થઇ ગઇ છે. જોકે નિર્માતાએ એ સ્પષ્ટતા નથી કરી કે  દયા બેનનું પાત્ર આ શોમાંહવેથી રહેશે કે નહીં. 

એ વાતનો ખુલાસો પણ નથી થયો કે, દયાના રોલ માટે અન્ય અભિનેત્રીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે કે નહીં. દિશા માતા બન્યા બાદ તેના પતિએ દિશાના કામ કરવા માટે નિર્માતા સાથે આકરી શરતો રાખી હતી જે શોની ટીમને મંજૂર નહોતી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NqtCIG
via Latest Gujarati News

Post a Comment

0 Comments