કિયારા અડવાણી ફરી કરણ જોહર સાથે કામ કરશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 26 જૂન 2019, બુધવાર

કિયારા અડવાણીની હાલની રીલિઝ થયેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મનું નિર્માણ કરણ જોહરનું હતું. હવે કરણે 'કબીર સિંહ'ની સફળતા બાદ વધુ એેક ફિલ્મની ઘોષણા કરી છે. 

કિયારાના ગોડફાધર કરણે આ ફિલ્મની ઘોષણા એક ફોટો શેયર કરીને કરી છે. જેમાં લખ્યું છે કે, કિયારા ' ગિલ્ટી' ફિલ્મમાં જલદી જોવા મળશે.આ તસવીરમાં કિયારાનો લુક પસંદ સહુને પસંદ આવી  રહ્યો છે. તેના પરિધાન પરથી લાગે છે કે, આ ફિલ્મમાં તેનું પાત્રતેજ-તર્રાર યુવતીનું પાત્ર હશે. તેના લુક પરથી તે મહિલા ડોન જેવી દેખાઇ રહી છે. 

આ ફિલ્મને કરણ જોહરની કંપની ધર્મા પ્રોડકશન હેઠલ બનાવામાં આવશે. જોકે આ ફિલ્મ સિનેમાઘરોની બદલે ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરવામાં આવશે. આ ફિલ્મ દ્વારા કરણ ઓટીટી પ્લેટફોર્મ પર કદમ રાખી રહ્યો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ln1W5c
via Latest Gujarati News

Post a Comment

0 Comments