
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 26 જૂન 2019, બુધવાર
શિલ્પા શેટ્ટી લાંબા સમયથી રૂપેરી પડદેથી ગાયબ થઇ ગઇ હતી. શિલ્પા પોતાના પરિવાર અન પતિને વ્યવસાયમાં મદદ કરવા તેમજ ે પુત્રની કાળજી હેતુ માટે તેણે ફિલ્મથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. હવે તે ૧૧ વરસ બાદ ફરી ફિલ્મોમાં કમબેક કરવા તૈયાર છે.
શિલ્પાના અનુસાર હાલ તે ત્રણ ફિલ્મોની સ્ક્રિપ્ટ વાંચી રહી છે. જોકે તે કઇ ફિલ્મથી બોલીવૂડમાં ફરી કમબેક કરશે તે હજી નક્કી નથી. આ ઉપરાંત તેનું કહેવું છે કે, તે ભલે ફિલ્મોમાં પુનરાગમન કરે પણ એક મહિલા તરીકે તેના માટે તેનો પરિવાર અને પુત્ર હંમેશા પ્રાથમિકતા રહેશે. શિલ્પાનું દ્રઢપણે માનવું છે કે, મહિલાઓમાં ઘર-પરિવાર સંભાળતા કારકિર્દી બનાવાની ક્ષમતા ધરાવે છે.
શિલ્પા મોટા પડદાથી દૂર થઇ ગઇ હોવા છતાં તેણે નાના પડદા પર ડાન્સ રિયાલિટી શોના નિર્ણાયક તરીકે રહેવાનું ચાલુ રાખ્યુ ંહતું. આ રીતે તે દર્શકો સાથે પોતાનો સંપર્ક જાળવી શકી. ગયા વરસથી જ તે ફિલ્મોમાં કમબેક કરવાની છે તેવી ચર્ચા હતી.પરંતુ હવે શિલ્ફાએ જ સ્પષ્ટતા કરી છે કે તે બીજી ઈનિંગ માટે તૈયાર છે.
શિલ્પાના અનુસાર હવે તેનો પુત્ર વિઆન મોટો થઇ ગયો છે. તેથી તે પોતાના કામ પર ફોકસ કરી શકે એમ છે. '' વિઆન હવે વધુ સમય સુધી શાળામાં હોય છે. તેથી હવે મારા માટે હું કાંઇ કરી શકું એવો સમય છે. પહેલા વિઆનને મારી જરૂર હતી, તે હવે મોટો થઇ ગયો છે. તેથી મારા પર નિર્ભર નથી,'' તેમ શિલ્પાએ જણાવ્યુ ંહતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RBIcM8
via Latest Gujarati News
0 Comments