સૈફ અલી ખાન ભારતીય ડિપ્લોમેટનું પાત્ર ભજવશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 26 જૂન 2019, બુધવાર

બે-ત્રણ મહિના પહેલા એવા સમચાાર હતા કે, ફિલ્મમેકર સમીર દીક્ષિત, જતીશ વર્મા અને ગીરિશ જોહર દિલ્હીની એક યુવતી પર ફિલ્મ બનાવી રહ્યા છે. દિલ્હીની ઉઝમા અહમદ પાકિસ્તાનના ટેક્ષી ડ્રાઇવર તાહિર અલીના પ્રેમમાં પડી હતી. તેમનો પ્રેમ મલેશિયાની ટુર દરમિયાન પાંગર્યો હતો. 

ઉઝમા અહમદ ટેક્ષી ડ્રાઇવરના શહેરમાં તેની સાથે પાછી ફરી ત્યારે તેને તેના પ્રેમી વિશે જાણીને આઘાત લાગ્યો હતો. તાહિર  અલી પરણેલો હતો  અને ચાર સંતાનોનો પિતા હતો. ઉઝમાએ આ જાણ્યા બાદ તેની સાથે લગ્ન કરવાનો વિચાર માંડી વાળ્યો હતો. પરંતુ તેને બંદૂકની અણીએ પરાણે  લગ્ન  કર્યા હતા. ઉઝમાને પાકિસતાનથી હેમખેમ પાછી લાવવા માટઇસ્લામાબાદના ે ભારતના ડેપ્યુટી હાઇકમિશનર જેપી સિંહે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 

સૈફ અલી ખાન આ ફિલ્મમાં જેપી સિંહના પાત્રમાં જોવા મળશે. જ્યારે ઉઝમાના પાત્ર માટે બોલીવૂડની ટોચની અભિનેત્રીઓ વિશે વિચાર  થઇ રહ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન શિવમ નાયરનું હશે જેણે તાપસી અને અક્ષય સાથે 'નામ શબાના બનાવી હતી. 

ફિલ્મની નજીકના સૂત્રે જણાવ્યું હતું કે,'' ફિલ્મની ટીમ નરેશન માટે સૈફને મળી હતી ત્યારે અભિનેતાને આ સ્ક્રિપ્ટ પસંદ પડી હતી. આ ફિલ્મના શૂટિંગની શરૂઆત ફેબુ્રઆરી-માર્ચ મહિનામાં થાય તેવી શક્યતા છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xhzh97
via Latest Gujarati News

Post a Comment

0 Comments