
(પીટીઆઇ) ગુવાહાટી, તા. 26 જૂન, 2019, બુધવાર
આસામમાં ગયા વર્ષે જુલાઇમાં જાહેર કરાયેલી NRC યાદીમાંથી ચાર લાખ લોકો બાકાત રખાયા પછી આજે ફરીથી જાહેર કરાયેલા ટ્રાફ્ટ NRC માંથી વધુ એક લાખ લોકો બિનપાત્રા જણાતા તેમના નામ બાકાત કરાયા હતા.NRC ના સંકલનકર્તા દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર, લોકલ રજીસ્ટ્રાર ઓફ સિટીઝન રજીસ્ટ્રેશન દ્વારા કરાયેલી ખરાપણાની પ્રક્રિયામાં 102462 જણા બિન પાત્ર જણાયા હતા.
આસામમાં ધુસણખોરોને ઓળખવા 1951 પછી પહેલી જ વાર યાદી અપડેટ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ NRC અપડેટ કરી રહ્યું છે અને 31 જુલાઇના રોજ તેને જારી કરવામાં આવશે. આશરે 3.29 કરોડ લોકોએ પોતાના નામ સમાવવા માટે અરજી કરી હતી જેમાંથી 2.9 કરોડ પાત્ર જણાયા હતા.જો કે જેમના નામ યાદીમાંથી બાકાત કરાયા હતા તેઓ પાત્રતા માટે દાવો કરી શકે છે અને તેની સુનાવણી પાંચમી જુલાઇએ હાથ ધરાશે. જેઓ બાકાત કરાયા હતા તેના માટેના ત્રણ કારણો હતા.
એક, જેઓ વિદેશી જાહેર કરાયા હતા, બે શંકાસ્પદ મતદાર અને ત્રણ, વિદેશીઓ માટેની ટ્રિબ્યુનલમાં જેમના કેસ પડતર છે તે. યાદીમાંથી જેમને બાકાત કરાયા હતા તેમના નામની યાદી NRCની વેબસાઇટ પર મૂકવામાં આવી હતી. ઉપરાંત પત્ર દ્વારા પણ તેમને જાણ કરાઇ હતી.NRC ના સેવા કેન્દ્રો ખાતે પણ આ યાદી મૂકાઇ હતી.દાવાઓ અને વાંધાઓના નિકાલ માટે રાખવામાં આવેલી સુનાવણીમાં સાક્ષી તરીકે આવેલાઓ બિન પાત્ર જણાયા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31VGud3
via Latest Gujarati News
0 Comments