- 'આરઆરઆર' ફિલ્મમાં  દક્ષિણના  કલાકારો સાથે  અજય  દેવગણ અને આલિયા  પણ જોવા  મળશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 7 જૂન 2019, શુક્રવાર

'બાહુબલી' ડાયરેકટર એસએસ રાજા મોલી ફિલ્મ હાલ ચર્ચામાં છે. આ ફિલ્મમાં દક્ષિણના સુપરસ્ટારરામ ચરણ અને જૂનિયર એનટીઆર ઉપરાંત બોલીવૂડના અજય દેવગણ અને આલિયા ભટ્ટ કામ કરી રહ્યા છે. આ ફિલ્મના એકશન દ્રશ્યો માટે દિગ્દર્શક અઢળક નાણાં ખરચવાનો છે. 

'' રાજા મોલી જલદી જ આ ફિલ્મ માટે એક એકશન સિકવન્સ ફિલ્માવાનો છે. રામ ચરણ અને જૂનિયર એનટીઆર વચ્ચેના આ સીન માટે તે રૂપિયા ૪૫ કરોડ ખરચે તેવો અંદાજ છે. આ દ્રશ્યમાં અન્ય ૨૦૦૦ હજાર લોકોનો પણ સમાવેશ કરવામાં આવશે.

આ એક પીરિયોડિક એકશન ડ્રામા ફિલ્મ છે જેને દેશમાં દસ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ આવતા વરસે ૩૦ જુલાઇના દુનિયાભરમાં રિલીઝ થશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ESwqrB
via Latest Gujarati News