હૃતિક રોશન ફાઇટ પર આધારિત ફિલ્મ માટે અધધધ મહેનતાણું લેશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 7 જૂન 2019, શુક્રવાર

હૃતિક રોશન સ્ટંટ અને એકશન દ્રશ્યો માટે જાણીતો છે. જોકે તે વિવિધ વિષયો આધારીત ફિલ્મોમાં કામ કરતો જોવા મળે છે. હૃતિક ફાઇટના દ્રશ્યો માટે અધધધ મહેનતાણું લેવાનો વસૂલતો હોવાનું મનાય છે. આ ફિલ્મમાં તેની અને ટાઇગર શ્રોફની વચ્ચે ફાઇટના રોમાંચક દ્રશ્યો હશે.

સૂત્રની વાત સાચી માનીએ તો હૃતિક આ ફિલ્મમાં  હૃતિક રૂપિયા ૪૮ કરોડનું મહેનતાણું લેવાનો છે. 

દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની એક ફિલ્મમાં હૃતિક રોશન કામ કરવાનો છે. આ ફિલ્મનું શીર્ષક હજી નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ આ ફિલ્મમાં હૃતિક અને ટાઇગર શ્રોફ બન્ને કામ કરવાના હોવાથી 'હૃતિક વર્સિસ ટાઇગર' કહેવાય છે. આ ફિલ્મમાં બન્ને એકશન અભિનેતા હોવાથી એકબીજાને ફાઇટમાં પછાડતા જોવા મળશે. 

સૂત્રની વાત સાચી માનીએ તો આ ફિલ્મનું નામ મેકર્સ 'ફાઇટર્સ' રાખવા માંગે છે. જોકે હજી સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.  



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wtuoc9
via Latest Gujarati News

Post a Comment

0 Comments