બ્રિટિશકાળના રેલવે પ્રિન્ટિંગ પ્રેસ બંધ કરવા રેલવે બોર્ડનો નિયમ


મુંબઇ, તા.  7 જૂન 2019, શુક્રવાર

બ્રિટિશ યુગ દરમિયાન દેશમાં શરૂ કરવામાં આવેલા રેલવે પ્રિન્ટિંગ પ્રેસો બંધ કરવાનો  નિર્ણય રેલવે બોર્ડે કર્યો છે. આવા પ્રેસોમાં ભાયખલા ખાતેના મધ્ય રેલવે પ્રેસનો આ સમાવેશ થાય છે. જોકે રેલવેના ખાનગીકરણ દિશામાંનું આ પગલું છે. એવી દહેશત રેલવે કર્મચારીઓના યુનિયનો અનુભવે છે.

આગામી વર્ષ સુધીમાં બંધ કરવામાં આવનાર અન્ય ચાર પ્રેસમાં હાવડા (ઇસ્ટર્ન રેલવે), દિલ્હી (નોર્ધન રેલવે), ચેન્નઇ (સધર્ન રેલવે) અને સિકંદરાબાદ (સાઉથ સેન્ટ્રલ રેલવે) પ્રેસનો સમાવેશ થાય છે.

રેલવે સ્ટોર્સ, રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનોજકુમાર ગુપ્તાએ ચોથી જૂનના એક પત્ર દ્વારા રેલવેના તમામ જનરલ મેનેજરોને આ નિર્ણયની જાણ કરી છે. પત્રમાં એમ પણ જણાવાયું છે કે રેલવે બોર્ડના આ નિર્ણયના અમલ માટેની વ્યાપક માર્ગદર્શિકા સાથે રેલવે બોર્ડના અધ્યક્ષ સંમત થયા છે.

રેલવેનાં અનેક યુનિયનોને ગળે આ નિર્ણય ઉતર્યો નથી. સેન્ટ્રલ રેલવે મજદૂર સંઘના મહામંત્રી પ્રવીણ બાજપાઈએ જણાવ્યુંહતું કે રેલવેના ખાનગીકરણની દિશામાંનું આ પગલું છે. અમે તેનો ઉગ્ર વિરોધ કરીશું.

ભાયખલા પ્રિન્ટિંગ પ્રેસ ૧૮૯૫માં શરૂ કરવામાં આવ્યો હતો અને સેન્ટ્રલ રેલવે અગાઉની ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલા રેલવેનું છાપકામ આ પ્રેસમાં કરવામાં આવતું હતું. આ પ્રેસમાં ટિકિટો, રસીદો, દસ્તાવેજો, ટાઇમ ટેબલ્સ, ફોર્મ્સ તથા પુસ્તકો છપાતાં હતા. હાલમાં અનરિઝર્વ ટિકિટિંગ સિસ્ટમમાં ઉપયોગમાં લેવાની લગભગા બે કરોડ જનરલ ટિકિટ આ પ્રેસમાં છપાય છે.

એક સમયે ભાયખલા પ્રેસમાં સેન્ટ્રલ રેલવેની વર્ષે ૨૫ કરોડ ટિકિટો છપાતી હતી. ધીમેધીમે પ્રેસના કર્મચારીઓની સંખ્યા પણ એક હજારથી ઘટાડીને માત્ર ૩૨૫ની કરવામાં આવી છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WjQqcw
via Latest Gujarati News

Post a Comment

0 Comments