
મુંબઈ,તા.7 જૂન 2019, શુક્રવાર
યવતમાળ જીલ્લાના પાંઢરકવડા તાલુકાના તાતાપુર ગામમાં આવેલ એક ગમાણમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નિકળતા ગમાણમાં રાખેલા ૩૫ બકરાઓ જીવતા ભૂંજાઈ ગયા હતા. આ સિવાય ખેતીનું સાહિત્ય અને ઉપકરણો પણ બળીને ખાખ ઈ ગયા હતા. મહારાષ્ટ્રમાં પ્રવર્તી રહેલ દુષ્કાળની પરિસ્થિતિમાં ખેડૂત પર આવી પડેલ આ હોનારતથી ભિકન બાજીરાવ સોમનકાર નામનો ખેડૂત ભાંગી પડયો હતો.
તાતાપુર ખાતે ભિકન સોમનકાર નામનો ખેડૂત ખેતર અને ગમાણ ધરાવે છે. ગમાણમાં તે દુધાળા ઢોરને રાખે છે. જો કે હાલ તેણે ફક્ત ૩૫ બકરાઓ આ ગમાણમાં રાખ્યા હતા. ખેતરમાં કચરો પેટાવવા દરમ્યાન આગનો એક તિખારો ગમાણમાં જઈને પડયો હતો. પરીણામે અહીં રાખેલ ખેતીના સાહિત્યએ આગ પકડી લીધી હતી.
આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ પકડી લેતા ૩૫ બકરાઓ જીવતા ભૂંજાઈ ગયા હતા. આ સાથે જ ખેતરના ઉપકરણ સહિત અન્ય વસ્તુઓ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડના જવાનો પહોંચે તે પહેલા ભારે અગ્નિમાં ગમાણ બાળીને ખાખ થઈ ગઈ હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K5IQjS
via Latest Gujarati News
0 Comments