
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.7 જૂન 2019, શુક્રવાર
ભાંડુપમાં ગઇકાલે રાતે ધારદાર શસ્ત્રના ઘા ઝીંકી યુવાન ક્રિકેટરની હત્યા કરાતા ખળભળાટ મચી ગયો હતો. મર્ડર બાદ ત્રણ આરોપી નાસી ગયા હતા. પૂર્વવૈમન્સ્યને લીધે આ હત્યા કરવામાં આવી હોવાની શંકા છે.
પોલીસે દરેક બાબતને ધ્યાનમાં રાખીને કેસની વધુ તપાસ હાથધરી છે. જિલ્લાસ્તરે રાકેશ પવાર ક્રિકેટ રમતો હતો. તે બાળકોને ક્રિકેટની તાલીમ પણ આપતો હતો. ભાંડુપમાં એલબીએસ રોડ પર પેટ્રોલ પંપ ખાતે ગઇકાલે રાતે રાકેશ બાઇકમાં પેટ્રોલ ભરાવવા આવ્યો હતો. તેની સાથે એક યુવતી હતી. આ ક્રિકેટરના લગ્ન થઇ ગયા હતા તેને બે બાળક હતા.
પેટ્રોલપંપ નજીક ત્રણ આરોપીએ રાકેશ પર ધારદાર શસ્ત્રથી હુમલો કર્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પણ રાકેશનું મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે હત્યાનો કેસ દાખલ કર્યો છે.મૃતક સાથે પેટ્રોલપંપ પર આવેલી યુવતીની પૂછપરછ કરવામાં આવી છે. પોલીસે ફરાર આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા હતાં.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I2o5ne
via Latest Gujarati News
0 Comments