
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 7 જૂન 2019, શુક્રવાર
આલિયા ભટ્ટ એક્સપરિમેન્ટલ અભિનેત્રી તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી છે. આ યુવાન અભિનેત્રી દરેક વિષય અને પાત્ર પર હાથ અજમાવવા તૈયાર હોય છે.
થોડા મહિનાઓ પહેલા આલિયાએ ડિજિટલ માધ્યમ માટે કહ્યુ ંહતું કે, '' બે-ત્રણ સીરીઝ સાથે મારી વાતચીત ચાલી રહી છે. પરંતુ હજી સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. મને ડિજિટલ માધ્યમ સાથે જોડાવામાં રસ છે.''
આલિયાન ે ડિજિટલ માધ્યમ સાથે સંકળાવાનો રસ છે. આલિયા બરાબર જાણે છે કે, આ માધ્યમમાં અલગ અલગ વિષય અને ઓડિયન્સ હોય છે. તેથી તેને આ માધ્યમમાં કામ કરવામા ં રસ છે. આલિયાનો વિવિધ વેબ સીરીઝ માટે સંપક ર્ કરવામાં આવ્યો હતો, તેને સ્ક્રિપ્ટ પણ પસંદ પડી હોવા છતાં તેણે સાઇન કરી નહીં.
મનોરંજન દુનિયાના લોકોનું માનવું છે કે, આલિયા પાસે વેબ સીરીઝ માટે ફાળળવા તારીખ જ નથી,તેની પાસ ે એક પછી એક ફિલ્મો છે.હાલ તે 'બ્રહ્માસ્ત્ર માટ શૂટિંગ કરી રહી છે. ત્યાર બાદ તે 'સડક ટુ' અને એ પછી ઇન્શાલ્લાહ' જેવી યોજના શરૂ કરશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZbpbCF
via Latest Gujarati News
0 Comments