સિકંદર ખેર રોહિત શેટ્ટીની ફિલ્મમાં' બેડ મેન'ના પાત્રમાં જોવા મળશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 7 જૂન 2019, શુક્રવાર

રોહિત શેટ્ટીની 'સૂર્યવંશી'માં અભિનેતાઓનો કાફલો મોટો થતો જાય છે. અક્ષય કુમાર અને કેટરિના કૈફ સહિત આ ફિલ્મમાં રોહિતે ત્રણ-ત્રણ વિલનનો સમાવેશ કર્યો છે. હાલમાં જ તેણે સિકંદર ખેરના નામની ઘોષણા કરી છે. અભિમન્યુ સિંહ ઉપરાંત ગુલશન ગ્રોવર પણ 'બેડમેન'ની ભૂમિકામાં છે. 

'' સિકંદર ખેરઆ ફિલ્મમાં 'બેડમેન' તરીકે ગુલશન ગ્રોવર અને અભિમન્યુ સિંહ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં સિકંદરનો ઉત્તમ રોલ છે. જેના સમાવેશથી હવે ફિલ્મમાં ત્રણ વિલન થયા છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં એટીએસ ઓફિસરનું પાત્ર ભજવી રહ્યો છે,''તેમ સૂત્રે જણાવ્યું  હતું.

આ ફિલ્મ મહારાષ્ટ્રના મુખ્ય એટીએસ ઓફિસર કેપી રઘુવંશી પરથી પ્રેરણા લઇને બનાવામાં આવી છે. તેથી જ આ ફિલ્મનું નામ તેમના નામને મળતું 'સૂર્યવંશી' રાખવામાં આવ્યું છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KARs1m
via Latest Gujarati News

Post a Comment

0 Comments