ચંદીગઢ, તા. 21 જૂન 2019, શુક્રવાર
હરિયાણાના રોહતકમાં યોગનો કાર્યક્રમ પૂર્ણ થતા જ ચટ્ટાઇની લૂટ મચી ગઈહતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અહિયા યોગ કર્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા જ મેદાનમાં પાથરેલી ચટ્ટાઇ ઉઠાવીને લોકો ભાગવા લાગ્યા હતા.ચટ્ટાઇના કારણે લોકો ઝગડી પડ્યા હતા.
આજે એટલે કે શુક્રવારે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મોદી સરકારના તરફથી દેશના ખુણે-ખુણામાં મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના રાંચીમાં યોગ કર્યા તો હરિયાણાના રોહતકમા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે હજારો લોકો સાથે યોગ કર્યા હતા. અમિત શાહની સાથે આ પ્રસંગમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પણ હાજર હતા.
રોહતકમાં યોગના કાર્યક્રમને લઇને ખાસ તૈયારી કરવામાં આવી હતી. હજારો લોકો માટે ચટ્ટાઇ પાથરવામાં આવી હતી. યોગનો કાર્યક્રમ જેવો પૂર્ણ થયો કે અચાનક ભાગદોડ મચી જવા પામી હતી. બધા પોતાની ચટ્ટાઇ લઇને ભાગવા લાગ્યા હતા. કાર્યક્રમના આયોજકોએ જ્યારે તેમને રોકવા પ્રયત્ન કર્યો તો આયોજકો સામે લોકો ઝગડો કરા લાગ્યા હતા.
દર વર્ષે 21 જૂનને સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવવામાં આવે છે. ખુદ વડાપ્રધાન મોદી દરવર્ષે આજના દિવસે દુનિયાને તન અને મનની તંદુરસ્તીનો સંદેશ આપવા માટે આ આયોજનમાં સહભાગી બને છે. પાછલા ચાર વર્ષમાં તેઓએ દિલ્હી, ચંદીગઢ, લખનૌ અને દેહરાદુનમાં યોગ દિવસ ઉજવ્યો હતો.આજે એમણે યોગ માટે રાંચીને પસંદ કર્યું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L4pQ5d
via Latest Gujarati News
0 Comments