પ્રીતિ ઝિન્ટાએ ક્લાઉડ્સ સાથે સહયોગ કર્યો

ન્યૂયોર્ક / મુંબઇ તા. 21 જૂન 2019 શુક્રવાર

 છેલ્લા થોડા સમયથી ભારતીય ફિલ્મોએ ચીનમાં કરેલો ધીકતો ધંધો જોઇને પ્રભાવિત થયેલી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ એક અમેરિકી કંપની સાથે સહયોગ સાધીને ચીનમાં ભારતીય ફિલ્મોનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનો નિર્ણય લીધો હોવાની માહિતી મળી હતી.

અત્યાર અગાઉ પ્રીતિ ક્રિકેટના સ્પોર્ટમાં પણ ઝંપલાવી ચૂકી હતી. હવે એ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશનમાં ઝંપલાવી રહી છે અને એણે અમેરિકાની પ્રતિષ્ઠિત ક્લાઉડ્સ એટલે કે એટીસી કંપની સાથે સહયોગ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ કંપનીનું વડું મથક લોસ એંજલ્સમાં છે.

પ્રીતિની એક ફિલ્મ કંપની પણ છે જેમાં અમૃતા સેન એની પાર્ટનર છે. આ બંને જણ મળીને ચીનમાં ભારતીય ફિલ્મોનું ડિસ્ટ્રીબ્યુશન કરશે. 

એટીસી દ્વારા  પૂરા પડાયેલા ભંડોળ દ્વારા ઓરિજિનલ હિન્દી અને ઇંગ્લીશ ટાઇટલોને ડેવલપ કરવામાં આવશે. 

અત્યાર પહેલાં ચીનમાં રજૂ થયેલી થ્રી ઇડિયટ્સ, બાહુબલિ, દંગલ, ટાઇગર જિંદા હૈ... વગેરે ફિલ્મોએ ચીની બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી દીધી હતી. પ્રીતિએ કહ્યંુ કે એટીસી જેવી કંપની સાથે કામ કરવાની તક મળી તેથી હું ખૂબ ખુશ છું. અમે સારી સારી ફિલ્મો ચીનમાં વિતરિત કરીશું.





from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L2s05e
via Latest Gujarati News

Post a Comment

0 Comments