wwe સ્ટાર બ્રોક લેસનરે રણવીર સિંઘને નોટિસ મોકલી

ન્યૂયોર્ક / મુંબઇ તા. 21 જૂન 2019 શુક્રવાર

 wwe સ્ટાર બ્રોક લેસનરના વકીલે બોલિવૂડના ટોચના સ્ટાર રણવીર સિંઘને કોપીરાઇટ ભંગની કાનૂની નોટિસ મોકલી હોવાની માહિતી મળી હતી.

બ્રોક લેસનર પોતાની પ્રચાર સામગ્રીમાં એક ખાસ સૂત્ર રજૂ કર્યું હતું. એ સૂત્રના શબ્દો આ પ્રમાણે હતા- ઇટ સ્લીપ એન્ડ ડોમિનેટ. રિપિટ. પૉલ હેમૈને આ સૂત્ર બ્રોક માટે બનાવ્યું હતું જ્યારે એે કુસ્તીની રીંગમાં ઊતરવાનો હતો. લેસનર કુસ્તીના અખાડામાં ઊતર્યો ત્યારબાદ આ સૂત્ર જબરદસ્ત લોકપ્રિય થયું હતું અને એના સંખ્યાબંધ ચાહકોએ પોતાના ટી શર્ટ પર આ સૂત્ર છપાવ્યું હતું.

રણવીર સિંઘે આ સૂત્રને ટ્વીસ્ટ કરીને તાજેતરમાં લખેલું ઇટ, સ્લીપ, ડોમિનેટ. રિપિટ હાર્દિક. હાર્દિક પંડયા.... રણવીરના આ અટકચાળા પર પૉલ હેમૈનની નજર પડતાં એણે તરત રણવીર સિંઘને કાનૂની નોટિસ મોકલી હતી.

એક ટ્વીટના જવાબામં પૉલ હેમૈને સ્પીષ્ટતા કરી હતી કે મેં માત્ર ચેતવણી નથી આપી, મેં રણવીર સિંઘને કોપીરાઇટની કાનૂની નોટિસ મોકલી છે.

રણવીર હાલ લંડનમાં પોતાની ૮૩ ફિલ્મના શૂટિંગમાં બીઝી છે. હરિયાણા એક્સપ્રેસ તરીકે જાણીતા ઓલરાઉન્ડર કપિલ દેવની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે ૧૯૮૩માં જીતેલા ક્રિકેટના વર્લ્ડ કપની સ્ટોરી આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2x99gJe
via Latest Gujarati News

Post a Comment

0 Comments