સિદ્ધાર્થમાં ઉત્તમ બૉયફ્રેન્ડનાં લક્ષણો છે

ન્યૂયોર્ક / મુંબઇ તા. 21 જૂન 2019 શુક્રવાર

 અભિનેત્રી તારા સૂતરિયાએ કહ્યું હતું કે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રામાં સારો  બૉયફ્રેન્ડ થવાનાં ઉત્તમ લક્ષણો છે. છેલ્લા થોડા સમયથી તારા સિદ્ સાથે ફરી રહી હોવાનું કહેવાય છે.

કરણ જોહરની સ્ટુડન્ટ ઑફ ધી યરમાં મહત્ત્વનો રોલ કરી ચૂકેલી તારાને પૂછવામાં આવ્યું હતું કે તમે આજકાલ સિદ્ધાર્થ સાથે ડેટિંગ કરી રહ્યાં છો કે ? એના જવાબમાં એ બોલી રહી હતી. સિદ સાથે કોઇ અફેર હોવાનો ઇનકાર કરતાં તારાએ કહ્યું કે અમે સારા મિત્રો છીએ. અત્યારે તો અફેર જેવું કશું નથી પરંતુ મને કહેવા દો કે ઉત્તમ બૉયફ્રેન્ડ થવાનાં બધાં લક્ષણો સિદમાં છે. 

તારા અને સિદ નજીકના ભવિષ્યમાં એક ફિલ્મ સાથે કરવાનાં છે. હજુ આ ફિલ્મનું ટાઇટલ જાહેર થયું નથી પરંતુ બંનેને સાઇન કરી લેવામાં આવ્યાં છે. ફિલ્મ કરતાં કરતાં બંને વધુ નિકટ આવી જાય તો નવાઇ નહીં. આમ પણ તારાને સિદ માટે પોઝિટિવ લાગણી હોય એવું એની વાતો પરથી લાગ્યા વિના રહેતું નથી.

તારાએ કહ્યું કે બોલિવૂડના મોટા ભાગના કલાકારો વિશે મિડિયામાં લીંકપ અને બ્રેકપની વાતો સતત પ્રગટ થતી હોય છે. સૌ કોઇ જાણે છે કે આવી વાતો નરી ગોસિપ હોય છે. એમાં સત્ય ઓછું અને સનસનાટી વધુ હોય છે. 




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IWG25Q
via Latest Gujarati News

Post a Comment

0 Comments