પાનીપતના સેટ પર અર્જુનને ઇજા થઇ

ન્યૂયોર્ક / મુંબઇ તા. 21 જૂન 2019 શુક્રવાર

 મોખરાના ફિલ્મ સર્જક આશુતોષ ગોવારીકરની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ પાનીપતના સેટ પર ફિલ્મના હીરો અર્જુન કપૂરને એક શોટ દરમિયાન ઇજા થઇ હતી.ઔખુદ અર્જુને સોશ્યલ મિડિયા પર એક ફોટો શૅર કર્યો હતો જેમાં એના માથા પર ઇજા થઇ છે એ જોઇ શકાય છે. એના કેપ્શન રૃપે અર્જુને લખ્યું, આઉચ...

આ ફિલ્મ ઐતિહાસિક કથાનક ધરાવે છે. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને એના ખરા અર્થમાં સેક્યુલર ભાઇ દારા શિકોહની કથા આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે. અર્જુન કપૂર ઉપરાંત આ ફિલ્મમાં સંજય દત્ત પણ ચમકી રહ્યો છે. તાજેતરમાં એક રોલ માટે વીતેલા

દાયકાઓની ટોચની અભિનેત્રી ઝીનત અમાનને પણ સાઇન કરવામાં આવી હતી. 

આ ફિલ્મ માટે અર્જુન કપૂરે ઘોડેસવારી અને તલવારબાજીની તાલીમ પણ લીધી છે. એ પોતાના રોલ માટે સખત મહેનત કરી રહ્યો છે એવી માહિતી એક યુનિટ મેમ્બરે આપી હતી. 




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Isyfxv
via Latest Gujarati News

Post a Comment

0 Comments