લોસ એંજલ્સ ન્યૂયોર્ક / મુંબઇ તા. 21 જૂન 2019 શુક્રવાર
માર્વેલની સુપરહિટ ફિલ્મ એવેંજર્સ એન્ડગેમને ફરી એકવાર રજૂ કરવાની યોજના ફિલ્મ સર્જકો વિચારી રહ્યા હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
અલબત્ત, આ ફિલ્મ બધી રીતે સુપરહિટ નીવડી છે એમાં કોઇ શંકા નથી પરંતુ અત્યાર અગાઉ હોલિવૂડની અન્ય ફિલ્મ અવતારે ટિકિટબારી પર જે ટંકશાળ પાડી હતી એટલી ધૂમ આવક એવેંજર્સ એન્ડગેમ ફિલ્મ મેળવી શકી નથી એટલે એના સર્જકોને લાગે છે કે આ ફિલ્મ થોડી અપડેટ કરીને ફરી રજૂ કરવી જોઇએ.
માર્વેલના પ્રેસિડેન્ટ કેવિન ફૈજે કહ્યું હતુંકે અમે એડિટ કરેલા ઘણા સીન્સ, સ્પેશિયલ ઇફેક્ટ્સ અને અન્ય ફૂટેજ ફિલ્મમાં જોડી દઇને આ ફિલ્મ ફરી એકવાર રજૂ કરવાની અમારી ઇચ્છા છે. કેટલાંક સરપ્રાઇઝ પણ જોડવામાં આવશે.
હકીકતમાં અત્યારે આ ફિલ્મ અવતારની કુલ આવક કરતાં થોડી પાછળ છે. માર્વેલ અવતાર જેટલી આવક રળી લેવા ઉત્સુક છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Xlst9n
via Latest Gujarati News
0 Comments