દિશાએ બ્લેક બિકિની સાથેનો ફોટો શૅર કર્યો

ન્યૂયોર્ક / મુંબઇ તા. 21 જૂન 2019 શુક્રવાર

 અભિનેત્રી દિશા પટનીએ બ્લેક બિકિનીમાં સજ્જ એવો પોતાનો એક ફોટોગ્રાફ સોશ્યલ મિડિયા પર શૅર કર્યો હતો જેમાં એ એક એથલેટ જેવી ફિટ દેખાય છે.

જો કે દિશા છે પણ ફિટનેસ ફ્રીક. એ નિયમિત એક્સપર્ટ ટ્રેનર સાથે વર્ક આઉટ કરવા ઉપરાંત સમતોલ ડાયેટ લે છે. એનું ટાઇમટેબલ શિસ્તબદ્ધ હોય છે. જંક ફૂડ અને પાર્ટીઓથી એ દૂર રહે છે. પોતાની ફિટનેસ બાબતમાં એ એકદમ સજાગ છે એ દેખાઇ આવે છે.

એક ટોચની લેડિઝ અન્ડર ગારમેન્ટ બ્રાન્ડની એમ્બેસેડર એવી દિશાએ જે ફોટોગ્રાફ સોશ્યલ મિડિયા પર શૅર કર્યો એને તરત સંખ્યાબંધ પોઝિટિવ પ્રતિભાવ મળ્યા હતા અને ઘણા લોકોએ એને એકદમ ફિટ ગણાવતી ટ્વીટ કરી હતી.

દિશા હોનહાર અભિનેતા ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ તરીકે પણ જાણીતી છે. એ બંનેએ બાગી અને બાગી ટુ ફિલ્મ સાથે કરી હતી. આ બંને ફિલ્મો હિટ નીવડી હતી. તાજેતરમાં દિશાએે અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ભારતમાં સલમાન ખાન સાથે કામ કર્યું હતું.

દિશાએ કહ્યું હતું કે મારા આવા બોલ્ડ ફોટોગ્રાફ મારા પિતાને ગમતાં નથી. એમને આવા ફોટોગ્રાફ ઓકવર્ડ લાગે છે. પરંતુ તેઓ પણ સમજે છે કે મનોરંજનની દુનિયા સાથે હું સંકળાયેલી હોવાથી આવું કરવું પડતું હોય છે.  




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XrXXum
via Latest Gujarati News

Post a Comment

0 Comments