
મુંબઈ તા. 19 જૂન 2019, બુધવાર
દેશની સૌથી મોટી ફાઈનાન્સ જાયન્ટ પૈકી એક એચડીએફસી લિમિટેડ દ્વારા અપોલો મ્યુનિચ હેલ્થ ઈન્સ્યોરન્સ લિમિટેડમાં અપોલો હોસ્પિટલ્સના ૫૦.૮ ટકા હોલ્ડિંગને રૂ.૧૩૩૬ કરોડમાં હસ્તગત કરવાનું જાહેર કરાયું છે. બન્ને કંપનીઓ એચડીએફસી લિમિટેડ અને અપોલો હોસ્પિટલ્સ ગુ્રપની મીટિંગોમાં આજે આ ડીલને મંજૂરી આપવામાં આવી હતી.
આ ડીલ મુજબ એચડીએફસી લિમિટેડ દ્વારા અપોલો મ્યુનિચ હેલ્થ ઈન્સ્યોરન્સ લિમિટેડમાં અપોલો ગુ્રપના ૫૦.૮ ટકા હોલ્ડિંગને રૂ.૧૩૩૬ કરોડમાં અને કેટલાક કર્મચારીઓ હસ્તકના ૦.૪ ટકા શેરહોલ્ડિંગને રૂ.૧૦.૮૪ કરોડમાં એચડીએફસી લિમિટેડ હસ્તગત કરશે. જરૂરી નિયામક મંજૂરીઓને આધીન આ એક્વિઝિશન બાદ અપોલો મ્યુનિચ હેલ્થ ઈન્સ્યોરન્સને એચડીએફસી અર્ગો સાથે મર્જ કરવામાં આવશે. એચડીએફસી અર્ગો એ એચડીએફસી લિમિટેડની જનરલ ઈન્સ્યોરન્સ સબસીડિયરી છે. આ ટ્રાન્ઝેકશનને સપોર્ટ માટે મ્યુનિચ હેલ્થ રૂ.૨૯૪ કરોડ અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઈસીઝ લિમિટેડને અને અપોલો એનજીૅ લિમિટેડને ચૂકવશે અને આ સંયુક્ત સાહસનો અંત લાવવામાં આવશે.
આ એક્વિઝિશન બાદ બન્ને જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓનો મળીને નોન-લાઈફ ઈન્સ્યોરન્સ ઉદ્યોગમાં સંયુક્ત માર્કેટ હિસ્સો ૬.૪ ટકા થશે અને દેશભરમાં ૩૦૮ શાખાઓ થશે. એચડીએફસી લિમિટેડના ચેરમેન દિપક પારેખે આ સૂચિત ડીલ બાબતે જણાવ્યું હતું કે, વૈશ્વિક સરેરાશની તુલનાએ ભારતમાં હેલ્થ ઈન્સ્યોરન્સનો વ્યાપ હજુ નજીવો છે, પરંતુ જનરલ ઈન્સ્યોરન્સ ક્ષેત્રે આગામી સમયમાં વૃદ્વિ અપેક્ષિત છે. આ ટ્રાન્ઝેકશનથી એચડીએફસી ગુ્રપના હેલ્થ ઈન્સ્યોરન્સ સેગ્મેન્ટને વિકસાવવાની વચનબદ્વતાને મજબૂતી મળશે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WNZ03n
via Latest Gujarati News
0 Comments