દિલ્હી-NCR રહેશે કવચમા, 4 દેશોની મિસાઈલ કરશે રક્ષા

નવી દિલ્હી, તા. 10 જૂન 2019, સોમવાર

દિલ્હીને સુરક્ષિત રાખવા માટે વિશેષ કવચ બનાવવાની તૈયારી થઈ રહી છે. આ કવચ 5 લેયરનું હશે. 5 લેયરની સુરક્ષા તૈનાત કર્યા બાદ દિલ્હી એક ભેદી ન શકાય તેવો કિલ્લો બની જશે. આ વિશ્વની શ્રેષ્ઠ સુરક્ષા પ્રણાલીઓમાની એક બનશે. તૈનાત કર્યા બાદ દિલ્હી કોઈપણ પ્રકારના હવાઈ હુમલા સામે સુરક્ષિત બની રહેશે. પછી ભલે તે હુમલો મિસાઈલનો હોય કે ડ્રોન અને ફાઈટર પ્લેનનો.

ભારત હંમેશા આવી સુરક્ષા પ્રણાલી માટે અમેરિકા, રશિયા અને ઈઝરાયલ સાથે ડીલ કરી રહ્યું છે. અત્યારે ભારત અમેરિકા પાસેથી નેશનલ એડવાન્સ સરફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમ-2 લાવવાની તૈયારીમા છે. જો આ સિસ્ટમ દેશમા આવે તો, દિલ્હીને હવાઈ હુમલાથી બચાવી શકાય.

- 2 સ્તર સુરક્ષા વ્યવસ્થા- પહેલી એડવાન્સ એર ડિફેન્સ અને પૃથ્વી એર ડિફેન્સ ઈન્ટરસેપ્ટર મિસાઈલ તૈનાત થશે. બન્ને મળીને 15થી 25 અને 80થી 100 કિ.મી દૂર સુધી આકાશમાંથી આવનારી મિસાઈલોને નષ્ટ કરી નાખશે. 

- 2000 કિ.મી રેન્જથી આવનારી મિસાઈલોને નષ્ટ કરવા માટે 5556 કિ.મી પ્રતિકલાકની ઝડપથી હુમલો કરનાર મિલાઈલની સિસ્ટમ પણ તૈયાર છે. ભવિષ્યમા 5000 કિ.મી રેન્જથી આવનાર મિસાઈલને નષ્ટ કરવા માટે 8643 કિ.મી પ્રતિકલાકની ઝડપથી હુમલો કરનાર મિસાઈલોની સિસ્ટમ બની રહી છે.

- ભારતે રશિયા પાસેથી સરફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમની 40 હજાર કરોડની ડીલ ઓક્ટોબર 2018માં કરી હતી. આ મિસાઈલ સિસ્ટમની રેન્જ 120, 200, 250 અને 380 કિમી છે. તેની ડિલીવરી ઓક્ટોબર 2020થી એપ્રિલ 2023 વચ્ચે થશે. S-400 સિસ્ટમ 380 કિમીની સરહદમા બોમ્બ, જાસૂસી વિમાન, મિસાઈલ અને ડ્રોનની માહિતી મળતા તેને નષ્ટ કરવામા સક્ષમ છે.

DRDO અને ઈઝરાયલ દ્વારા વિકસિત મધ્યમ અને દૂરની બરાક-8 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ 70થી 100 કિમી સુધી દુશ્મનોના હુમલાઓને હવામા ખતમ કરી નાખશે.

સ્વદેશી મિસાઈલ આકાશની ડિફેન્સ સિસ્ટમ દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની વિસ્તારના આકાશનું ધ્યાન રાખશે. એની રેન્જ 25 કિ.મીની છે. આ મિસાઈલો યુદ્ધ વિમાનમાં પણ સજ્જ થઈ જાય છે. ભારતીય વાયુસેના 14800 કરોડ રૂપિયાના ખર્ચે આકાશ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના 15 સ્ક્વાડ્રન તૈનાત કરશે, જ્યારે ભારતીય સેના 14800 કરોડ રૂપિયાની આકાશ-2 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના 2 રેજીમેન્ટ તૈનાત કરશે.

ભારત જે NASAMS-2 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માટે અમેરિકા પાસેથી ડીલ કરવાની તૈયારીમા છે, તે નાના હુમલાઓથી બચાવશે. આ મકાનો અને શહેરની વચ્ચે થનારા હુમલાઓને નષ્ટ કરવામા સક્ષમ છે. જેમા સ્ટિંગર્સ, ગન સિસ્ટમ અને AMRAAM મિસાઈલ સામેલ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ze8nLl
via Latest Gujarati News

Post a Comment

0 Comments