સોમાલિયમાં બોંબ વિસ્ફોટમાં 17નાં મોત, 24થી વધુ ઘાયલ


(પીટીઆઇ) મોગાદિશુ, તા.22 જુલાઇ, 2019, મંગળવાર

અલ શબાબ નામના આતંકવાદી સંગઠને સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં કરેલા કાર બોંબ વિસ્ફોટમાં 17 લોકોનાં મોત થયા છે અને બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટના મુખ્ય રોડ પર આવેલા સિક્યુરિટી ચેકપોઇન્ટ પાસે આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. 

આ હુમલાના સાક્ષીઓના જણાવ્યા અનુસાર એક હોટેલના મુખ્ય ગેટ પાસે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો જેના કારણે આસપાસની ઇમારતોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ સોમાલિયાના કિસમાયો શહેરમાં એક જાણીતી હોટેલ પર અલ શબાબના આતંકીઓએ 12 કલાક સુધી ગોળીબાર કર્યો હતો. જેમાં 26 લોકોનાં મોત થયા હતાં અને 56 લોકો ઘાયલ થયા હતાં.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ObGDX0
via Latest Gujarati News

Post a Comment

0 Comments