
નવી દિલ્હી,તા. 6 જુલાઈ 2019, શનિવાર
નિર્મલા સીતારમણે આજે જાહેર કરેલ બજેટમાં જાહેર જનતાનો કંપનીમાં હિસ્સો ૨૫%થી વધારીને લઘુત્તમ ૩૫% કરવો પડશે. જો આ નિયમ અમલી બનશે તો સરકારી બેંકો અને સૌથી વધુ લ્લેંન્ જેવી મલ્ટી નેશનલ કંપનીઓના પ્રમોટરોએ તેમની હિસ્સેદારી ઘટાડવી પડશે.
જોકે નાણામંત્રીએ આ અંગે હજી બજેટમાં જ જાહેરાત કરી છે અને સેબીએ નિયમ બનાવવા આદેશ કર્યો છે. જોકે સેબી પણ આ અંગે વિચારશે અને આગામી સમયમાં નિયમ સમય મર્યાદામાં લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ ઘટાડવા માટે કંપનીના પ્રમોટરોએ આદેશ કરશે. અગાઉ ૨૦૧૩માં માર્કેટ રેગ્યુલેટર સેબીએ મિનિમમ શેરહોલ્ડિંગ નિયમમાં ફેરફાર કરીને, લઘુત્તમ પબ્લિક હોલ્ડિંગ ૨૫% કરવાનો નિર્ણય કર્યો હતો. આ સુધારામાં સરકારી કંપનીઓને પણ સમાવી લેવામાં આવી હતી.
પ્રમોટરોએ ગુરુવારના ભાવે આ કંપનીઓના રુપિયા ૩.૬૯ લાખ કરોડની મૂલ્યના શેર અન્ય રોકાણકારોને વેચવાની ફરજ પડશે, અંદાજે લિસ્ટેડ ૧૪૦૦ કંપનીઓમાં પ્રમોટરનું હોલ્ડિંગ ૬૫%થી વધુ છે
શું અસર થશે?
પબ્લિક શેરહોલ્ડિંગ વધારવા આદેશથી ભારતીય શેરમાર્કેટમાંથી રોકાણ પાછું ખેંચાવાનો ડર રહેશે. તાજેતરના રેગ્યુલેટરી આંકડા અનુસાર ભારતીય શેરમાર્કેટ પર લિસ્ટેડ અંદાજે ૧૪૦૦ કંપનીઓમાં પ્રમોટરનું હોલ્ડિંગ ૬૫%થી વધુ છે.
સરકારના આ નિયમથી સૌથી મોટો ફટકો મલ્ટી નેશનલ કંપનીઓ(MNC)ને થવાનો ડર છે. નિફટી સ્શભ ઈન્ડેકસમાં સમાવિષ્ટ ૧૪ કંપનીઓમાં પ્રમોટર હોલ્ડિંગ ૨%થી ૧૦% સુધી ઘટાડવાની ફરજ પડશે. આ યાદીમાં ૩સ્ ઈન્ડિયા, ABB ઈન્ડિયા, ગ્લેકસોસ્મિથકેલાઈન, સિમેન્સ, હનીવેલ ઓટોમેશન સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે. MNCના સ્ટેક સેલને કારણે બજારમાંથી અંદાજે ૩૯,૦૦૦ કરોડ પરત ખેંચાવાની આશંકા છે.
એનાલિસ્ટોનું માનવું છે કે અમુક મોટી સ્શભ કંપનીઓએ જો તેમની હિસ્સેદારી ઘટાડવા માટેનો નિયમ બનશે તો ભારતમાં લિસ્ટેડ કંપનીઓને ડીલિસ્ટ કરાવા પર વિચાર કરશે. પ્રાઈમરી માર્કેટમાંથી રોકાણ પરત ખેંચાશે અને કંપનીઓના વેલ્યુએશન અંગે પણ ચિંતા ઉભી થશે. KRChokseyના રીસર્ચ રીપોર્ટ અનુસાર BSE ૫૦૦ની ૧૬૭ કંપનીઓએ આ નવા નિયમને કારણે પ્રમોટર હોલ્ડિંગમાં ઘટાડો કરવો પડશે. આ ૧૬૭ કંપનીઓની માર્કેટ કેપિટલ ૪૧.૩૧ લાખ કરોડ છે અને હોલ્ડિંગ ઘટાડવાથી ૩.૬૯ લાખ કરોડ બજારમાંથી પરત ખેંચાશે. લઘુત્તમ પ્રમોટર હોલ્ડિંગના નવા નિયમને કારણે સરકારને LTCG પેટે હજારો કરોડોની આવક થવાનો અંદાજ છે.
સરકારને શું ફાયદો?
BSE ૫૦૦ ઈન્ડેકસ, જે ભારતીય શેરમાર્કેટના ૯૧% બજાર મૂલ્યને આવરી લે છે,તેમાંથી ૧૬૭ કંપનીઓએ પ્રમોટર હોલ્ડિંગ ઘટાડવું પડશે. લાંબાગાળાના ટેક્સ માટે નક્કી કરેલ તારીખ ૩૧-૦૧-૨૦૧૮ના ભાવ મુજબ ૧૬૭માંથી ૪૦ કંપનીઓએ અંદાજે ૯૦૦૦ કરોડનો ટેક્સ ચૂકવવો પડશે.
રસપ્રદ વાત એ પણ છે કે આ ૪૦ કંપનીમાં પ્રમોટર હોલ્ડિંગ ઘટાડીને પબ્લિક શેરહોલ્ડિંગ વધારવા સામાંત જનતા પાસે પણ અંદાજે ૧.૭૨ લાખ કરોડની મૂડી હોવી જરૂરી છે.
૧.૭૨ લાખ કરોડની મૂડી થકી જ આ કંપનીઓની હિસ્સેદારી પ્રમોટરને બદલે જાહેર પબ્લિક પાસે જશે.
નિફટી ૫૦ની પાંચ કંપનીઓને થશે અસર
નિફટી ૫૦ ઈન્ડેકસમાં સમાવિષ્ટ પાંચ કંપનીઓમાં પણ પ્રમોટર હોલ્ડિંગ ઘટાડવાની ફરજ પડશે,જેમાં એક સરકારી કંપની કોલ ઈન્ડિયાનો પણ સમાવેશ થાય છે. નિફટી૫૦ કંપનીઓના હોલ્ડિંગ ઘટવાથી અંદાજે ૯૬,૦૦૦ કરોડનું રોકાણ બજારમાંથી પરત ખેંચાશે.સરકારે પોતે પણ અંદાજિત ૪૦ કંપનીઓમાં પણ હિસ્સેદારી ઘટાડવી પડશે. આ ૪૦માંથી ૨૮ કંપનીઓએ તો હજી જુના નિયમ પ્રમાણે પણ હિસ્સેદારી નથી ઘટાડી. સરકારી કંપનીઓમાં ૧૦% પબ્લિક હોલ્ડિંગની મર્યાદા ૨૫% કરવા સેબીએ ૨૦૧૩માં જ આદેશ કર્યો હતો.
ગત વર્ષે સરકારે PSU કંપનીઓને ડેડલાઈન વધારીને ઓગષ્ટ, ૨૦૨૦ સુધીમાં મિનિમમ પ્બલિક શેરહોલ્ડિંગ ૨૫% સુધી કરવા છુટ આપી હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2L51ybQ
via Latest Gujarati News
0 Comments