
(પીટીઆઇ) નોઇડા, તા.1 જુલાઇ, 2019, સોમવાર
નોઇડામાં સ્પાની આડમાં ચલાવવામાં આવતા ગોરખ ધંધાને પોલીસે પકડી પાડયા હતા અને રવિવારે રાત્રે ૧૪ સ્પા પર દરોડા પાડીને થાઇલેન્ડની આઠ સહિત કુલ ૩૫ મહિલાઓની ધરપકડ કરાઇ હતી. સ્પાની આડમાં તેઓ દેહ વેપાર કરતી હતી, એમ પોલીસે કહ્યું હતું.નાઇડાના સેકટર ૧૮માં એક સાથે અનેક જગ્યાએ પાડવામાં આવેલી રેડમાં દસ પુરૂષો અને ૨૫ મહિલાઓને પકડી લેવામાં આવી હતી.
'પકડવામાં આવેલી મહિલાઓમાં આઠ થાઇલેન્ડની છે જ્યારે પાંચ દિલ્હી, ચાર ઉત્તર પ્રદેશની, ત્રણ મણીપુરની અને એક એક રાજસ્થાન, નાગાલેન્ડ, મિઝોરમ અને પશ્ચિમ બંગાળની હતી. ઉપરાંત એક અન્ય મહિલાને પણ પકડી લેવામાં આવી હતી. પોલીસની ૧૪ ટીમોએ એક સાથે દરોડા પાડયા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XldMnh
via Latest Gujarati News
0 Comments