
જનજીવન પર અસર : ઉ.પ્રદેશ અને રાજસ્થાનમાં વીજળી પડતાં 36 લોકોનો ભોગ લેવાયો
(પીટીઆઇ) થિરૂવનંતપુરમ, તા. 21 જુલાઇ, 2019, રવિવાર
ઉત્તર પ્રદેશ સહિત ઉત્તરભારતમાં અનેક જગ્યાએ પડેલા ભારે વરસાદે આજે 53 લોકોનો ભોગ લીધો છે. જેમાં ઉત્તર પ્રદેશમાં વીજળી પડવા સહિતની ઘટનાઓમાં મૃત્યુ પોલા 32 લોકોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત કેરળમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે ચાર વ્યક્તિઓના મોત થયા હતા અને બે માછીમારો સહિત ત્રણ લાપતા થયા હતા.
કાસરગૌડ, ઇદ્દદુકી, કોઝિકોડ અને કન્નુર જિલ્લા માટે 23 જુલાઇ સુધી રેડ એલર્ટ જાહેર કરાયો હતો. તામીલનાડૂના લાપતા થયેલા માછીમારો પૈકી 55 વર્ષના સહાયારાજુનો મૃત્યદેહ કોલ્લમ જિલ્લામાંથી મળી આવ્યો હતો, એમ કોસ્ટલ પોલીસે કહ્યું હતું.
'અન્ય બે લાપતા માછીમારોની શોધ જારી હતી. એક કોસ્ટ ગાર્ડ શિપ તેમજ મરીન એન્ફોર્સમેન્ટની બે બોટ પણ તેમને શોધવા માટે રવાના કરાઇ હતી'એમ કોસ્ટ પોલીસે કહ્યું હતું.કોટ્ટાયમ જિલ્લાના મીનાચી નદીમાંથી નેવીએ મનેશ સેબાસ્ટીનનો શબ શોધ્યો હતો. તો ભારતીય હવામાન ખાતેએ 21 જુલાઇ એ કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યો હતો. કન્નુર અને કાસરગૌડમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરી હતી.
રાજસ્થાનમાં ઝાલાવાડમાં ખેતરમાં વરસાદ નીચે કામ કરી રહેલા ચાર જણા પર વીજળી પડતાં તેઓ દાઝી જતાં મૃત્ય પામ્યા હતા.દરમિયાન નવી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદ પડતા લોકો ખુશ થયા હતા. આગામી સપ્તાહમાં પણ વરસાદ સારો પડશે તેવી આગાહી કરવામાં આવી હતી.
તો ઉત્તર ભારતના અન્ય શહેરો અને રાજ્યોમાં ભારે ગરમીથી લોકો ત્રાહિમ પોકારી ગયા હતા.જો કે પંજાબમાં વરસાદના કારણે ભારે પુરનો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો. હરિયાણાના ગુડગાંવ અને દિલ્હીના છતરપુરમાં રસ્તાઓ પાણીમાં ડુબી ગયા હતા. દિલ્હીમાં કેટલાક મેટ્રો રેલવે સ્ટેશનોમાં પણ પાણીનો ભરાવો થયો હતો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2O9NuAc
via Latest Gujarati News
0 Comments