નવી દિલ્હી, તા. 21 જુલાઈ 2019, સોમવાર
એક સરખા નામના કારણે યુપીની એક યુનિવર્સિટીના કર્મચારીના બેન્ક એકાઉન્ટમાં ભુલથી જમા થઈ ગયેલા પૈસા આ કર્મચારીએ એમ કહીને પાછા આપવાની ના પાડી દીધી છે કે, મોદીજીએ લોકોને 15 લાખ રુપિયા આપવાનો વાયદો કર્યો હતો અ્ને મારા બેન્ક એકાઉન્ટમાં પહેલો હપ્તો જમા થયો છે.
પૈસા પાછા આપવાની ના પાડનારા કર્મચારીને યુનિવર્સિટીના તંત્રે સસ્પેન્ડ કરીને તપાસ શરુ કરી છે. યુપીની હરકોર્ટ બટલર ટેકનિકલ યુનિવર્સિટીના પ્રોફેસર પ્રદીપ કુમારને કન્સલટન્સી પેટે એક કંપની પાસેથી 6.38 લાખ રુપિયા લેવાના નિકળતા હતા. જોકે આ રકમ એક જ પ્રકારનુ નામ હોવાથી ચોથા વર્ગના કર્મચારી પ્રદીપ કુમારના બેન્ક એકાઉન્ટમાં જમા થઈ ગઈ હતી.
યુનિવર્સિટીએ કર્મચારીને રકમ પાછી આપવાનુ કહ્યુ ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે, આ રકમ તો મારા એકાઉન્ટમાં મોદીજીએ મોકલાવી છે.
એવુ કહેવાય છે કે, પૈસા જમા થાય બાદ પ્રદીપ કુમારે બીજા જ દિવસે 4.35 લાખની રકમ ઉપાડીને વાપરી કાઢી હતી. હવે પૈસા પાછા આપવાની ના પાડનાર કર્મચારીનુ બેંક એકાઉન્ટ યુનિવર્સિટીએ સિઝ કરાવી દીધુ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Yihe1U
via Latest Gujarati News
0 Comments