તાજમહેલમાં આરતી કરવાના શિવસેનાના એલાન બાદ તંત્રમાં હડકંપ

નવી દિલ્હી, તા. 21 જુલાઈ 2019, સોમવાર

દેશ અને દુનિયામાં મશહૂર ઈમારત તાજમહેલની અંદર પૂજા કરવાની શિવસેનાએ આપેલી ધમકી બાદ આ સ્થાપત્યની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.

શિવસેનાએ આપેલી ચીમકી બાદ પુરાતત્વ વિભાગે પોલીસ અને વહિવટીતંત્રનુ ધ્યાન દોર્યુ હતુ. શિવસેનાની દલીલ છે કે, આ તાજમહેલ અસલમાં તેજો મહાલય છે અને હિન્દુઓની આસ્થાનુ પ્રતિક છે. શ્રાવણ મહિનાના ચારે સોમવાર દરમિયાન તાજમહેલમાં આરતી કરવામાં આવશે.

શિવસેનાએ કહ્યુ છે કે, અમારા કાર્યકરોને આરતી કરતા કોઈ રોકી નહી શકે. બીજી તરફ પુરાતત્વ વિભાગે નિયમોનો હવાલો આપીને કહ્યુ છે કે, તાજમહેલ એક સંરક્ષિત ઈમારત છે અને તેમાં કોઈ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કરવુ નિયમની વિરુધ્ધ છે. 




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Z3YvUH
via Latest Gujarati News

Post a Comment

0 Comments