નવી દિલ્હી, તા. 21 જુલાઈ 2019, સોમવાર
ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં એક પરિવાર પર વીજ બીલ જોઈને આભ તુટી પડ્યુ છે.
હાપુડ જિલ્લામાં ચામરી ગામના રેહવાસી શમીમ અને તેની પત્નીને ઉત્તર પ્રદેશના વીજળી વિભાગે 128 કરોડ રુપિયાનુ બિલ પકડાવ્યુ છે. એટલુ જ નહી જો પૈસા ના ભરે તો તેના ઘરનુ વીજ કનેક્શન કાપવાનો આદેશ પણ જારી કરી દીધો છે અને જોડાણ પણ કાપી નાંખ્યુ છે.
શમીમે કહ્યુ હતુ કે, મેં વીજળી વિભાગને ભુલ સુધારવા માટે કહ્યુ હતુ પણ તેમણે મને 2 કેવીના રહેણાંક જોડાણ માટે 128 કરોડનુ બીલ પકડાવી દીધુ છે. અમારુ કોઈ સાંભળી પણ રહ્યુ નથી. આટલી રકમ અમે ક્યાંથી લાવીશું. એવુ લાગે છે કે, જાણે આખા હાપુડ જિલ્લાનુ બિલ અમને પકડાવી દીધુ છે. અમે ફરિયાદ કરી તો કહેવામાં આવ્યુ હતુ કે, જ્યાં સુધી બિલ નહી ભરો ત્યાં સુધી કનેક્શન નહી મળે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y4HZTa
via Latest Gujarati News
0 Comments