ભાજપ ડાકુઓની પાર્ટી છે, ચૂંટણી લડવા કરોડો રુપિયા ક્યાંથી આવ્યા? : મમતા બેનરજી

નવી દિલ્હી, તા.21 જુલાઈ 2019, સોમવાર

લોકસભા ચૂંટણી બાદ પહેલી વખત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોલકાતામાં એક રેલીને સંબોધી હતી.

સ્વાભાવિક રીતે જ મમતાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, રેલીમાં સમર્થકોને આવતા રોકવા માટે ભાજપના કાર્યકરોએ ટ્રેનને અટકાવી રાખી છે. જેના કારણે હજી હજારો લોકો રેલીમાં પહોંચી શક્યા નથી.

મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, ભાજપ ડાકુઓની પાર્ટી છે. ભાજપ જણાવે કે, ચૂંટણી લડવા માટેના કરોડો રુપિયા કેવી રીતે તેની પાસે આવી રહ્યા છે.

સાથે-સાથે તેમણે કહ્યુ હતુ કે, તમામ પાર્ટીઓમાં ડાબેરી પાર્ટીઓ સૌથી ખરાબ છે. કારણકે તેના કાર્યકરો અને ગુંડાઓ ભાજપ માટે કામ કરી રહ્યા છે.

મમતા બેનરજીની પહેલા તેમના ભત્રીજા અભિષેક બેનરજીએ રેલીને સંબોધન કરતા કહ્યુ હતુ કે, પાર્ટીના કાર્યકરો જ અમારી તાકાત છે અને હું ભાજપને પડકાર આપુ છું કે , ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી લડે. હું તેમને દરેક ચૂંટણીમાં હરાવી શકું છું.

1993માં લેફ્ટ સરકારના કાર્યકાળમાં થયેલા ફાયરિંગમાં કોંગ્રેસના 13 કાર્યકરો માર્યા ગયા હતા. આ ઘટનાને 22 જુલાઈએ શહિદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Z8Zzac
via Latest Gujarati News

Post a Comment

0 Comments