નવી દિલ્હી, તા. 21 જુલાઇ 2019, રવિવાર
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતએ શનિવારના રોજ 81 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ છોડ્યા. શીલા દીક્ષિત લાંબા સમયથી બીમાર હતા. એમના અવસાનથી બૉલિવુડમાં પણ શોકની લહેર પ્રસરી ગઇ છે. લતા મંગેશકર, અક્ષય કુમાર, મધુર ભંડારકર, ભૂમિ પેડનેકર અને ઉર્મિલા માતોંડકર સહિત અન્ય સેલિબ્રિટીએ દુ:ખ વ્યક્ત કર્યું. શીલા દીક્ષિતને વાંચવા ઉપરાંત ફિલ્મ જોવાનો શોખ હતો.
શીલા દીક્ષિત શાહરૂખ ખાનના બહુ મોટા ફેન હતાં. બન્ને ઘણા પ્રસંગોમાં સાથે જોવા પણ મળ્યા હતા. મુખ્યંત્રી હતા ત્યારે શીલાજીએ ઘણા પ્રસંગોમાં શાહરૂખને આમંત્રણ પણ મોકલાવ્યું હતું. શીલા દીક્ષિતની દિકરી લતિકાએ જણાવ્યું કે, તેઓ શાહરૂખ ઉપરાંત દિલીપ કુમાર અને રાજેશ ખન્નાની ફિલ્મો પણ પસંદ કરતાં હતાં.
શીલા દીક્ષિતની મનપંસદ ફિલ્મ હતી દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે. એક મીડિયા રિપોર્ટ મુજબ શીલા દીક્ષિતએ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એટલી બધી વખત જોઇ હતી કે, એમના ઘરના સભ્યોને કહેવું પડ્યું હતું કે, હવે આ ફિલ્મ ન જુઓ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LXKHrk
via Latest Gujarati News
0 Comments