લગ્નમાં ભોજનનો બગાડ થયો તો થશે આટલો દંડ, સરકાર કાયદો લાવવાની તૈયારીમાં

નવી દિલ્હી, તા.21 જુલાઈ 2019, સોમવાર

ભારતમાં એક તરફ લાખો લોકોને બે ટંકનુ ભોજન મળતુ નથી અને બીજી તરફ લગ્ન સહિતના સમારોહમાં તેમજ હોટલો અને રેસ્ટોરન્ટોમાં ભોજનનો બગાડ થાય છે.

જોકે તેને અટકાવવા માટે આજ દીન સુધી કોઈએ પહેલ કરી નહોતી. હવે સરકારના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ભોજનનો બગાડ અટકાવતો કાયદો બનાવવા માટેની કાર્યવાહી કરાઈ છે. આ માટેનો કાયદો લાવવાનો ડ્રાફ્ટ ઓથોરિટી દ્વારા તૈયાર કરાયો છે. જે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમને મોકલી આપવામાં આવશે.

આ ડ્રાફ્ટમાં મુકાયેલા પ્રસ્તાવ પ્રમાણે હોટલ, રેસ્ટોરન્ટ અને બીજા સમારોહમાં ભોજનનો બગાડ થશે તો પાંચ લાખ રુપિયા સુધી દંડ કરશે. કેટલીક એનજીઓ હાલમાં આ પ્રકારે વધેલુ ભોજન ગરીબોને વહેંચવાનુ કામ કરે છે, પણ ડ્રાફ્ટમાં આ બાબત પર પણ ધ્યાન અપાયુ છે.

નવી વ્યવસ્થામાં હોટલ, રેસ્ટોરન્ટો તેમજ મેરજ અને પાર્ટી પ્લોટના સંચાલકોનુ રજિસ્ટ્રેશન અને સાથે-સાથે ભોજન વહેંચનારી સંસ્થાઓનુ પણ રજિસ્ટ્રેશન કરાશે.

વધેલુ ભોજન વહેંચતી વખતે તે વાસી  નથી તે ધ્યાન રાખવાનુ રહેશે. તેને પેકેટમાં વહેંચવાનુ રહેશે અને તેના પર ભોજન શાકાહારી કે માંસાહારી છે તે પણ દર્શાવવાનુ રહેશે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30MlRPq
via Latest Gujarati News

Post a Comment

0 Comments