શીલા દીક્ષિતના અવસાન બાદ રાહુલ બન્યા ભાવુક બોલ્યા- કોંગ્રેસે દિકરી ગુમાવી

નવી દિલ્હી, તા. 21 જુલાઇ 2019, રવિવાર

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું 81 વર્ષની વયે હાર્ટએટેક આવવાથી શનિવારે અવસાન થયું. આ દુ:ખદ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહ મંત્રી અમિત શાહ સહિત ઘણા મોટા નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું હતું.

PM મોદી :

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લખ્યું, 'શીલા દીક્ષિતજીના અવસાનથી આઘાત લાગ્યો. તેઓ મિલનસાર અને પ્રભાવી વ્યક્તિત્વવાળા હતા. એમણે દિલ્હીના વિકાસમાં ઉલ્લેખનીય કાર્યો કર્યા. એમના પરિવાર અને સમર્થકો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરૂં છું'

રાહુલ ગાંધી :

રાહુલ ગાંધીએ શીલા દીક્ષિતના અવસાન પર ટ્વીટ કરીને લખ્યું, 'મને દુ:ખ થયું સાંભળીને કે, કોંગ્રેસની પ્રેમાળ દિકરીનું અવસાન થયું છે. એમની સાથે મારે નજીકના સંબંધ હતા. ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શીલા દીક્ષિતએ નિસ્વાર્થ ભાવથી કામ કર્યું. આ દુ:ખના પ્રસંગે એમના પરિવાર અને દિલ્હીની જનતા પ્રત્યે મારી સંવેદના છે.'

રામનાથ કોવિંદ:

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને એક વરિષ્ઠ રાજનેતા શીલા દીક્ષિતના અવસાન અંગે જાણીને દુ:ખ થયું. એમનો કાર્યકાળ રાજધાની દિલ્હી માટે મહત્વપૂર્ણ પરિવર્તન વાળો રહ્યો હતા, જેના માટે શીલા દીક્ષિત ક્યારેય વીસરશે નહીં. તેમના પરિવાર અને સાથીઓ પ્રત્યે મારી સંવેદના છે.

અમિત શાહ :

દિલ્હીના પૂર્વ મુખ્યંત્રી શીલા દીક્ષિતજીના અવસાનથી હું ખુબ દુ:ખી થયો છું. હું એમના પરિવાર અને સમર્થકો પ્રતી મારી સંવેદના વ્યક્ત કરૂં છું. ઈશ્વર દુ:ખના પ્રસંગે એમના પરિવારને શક્તિ આપે આપે અને એમની આત્માને શાંતિ પ્રદાન કરે.

મનમોહન સિંહ :

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે શીલા દીક્ષિતના અવસાન અંગે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું. આ સમાચાર સાંભળીને હું આઘાતમાં છું. દેશએ દિગ્ગજ કોંગ્રેસ નેતાને ગુમાવી દીધા છે. દિલ્હીની જનતા એમને વિકાસ માટે હંમેશા યાદ કરશે.

કેજરીવાલ :

શીલા દીક્ષિતના અવસાન અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું, 'શીલા દીક્ષિતજીના અવસાનના સમાચાર મળ્યા. શીલાજીનું જવું એ દિલ્હી માટે બહુ મોટું નુકશાન છે. એમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. એમના પરિવાર પ્રત્યે મારી હ્રદયથી સંવેદના છે.'



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GmxKDD
via Latest Gujarati News

Post a Comment

0 Comments