કર્મચારીઓને વોશરૂમ જવાની પણ મંજૂરી નહી, એમેઝોન સામે દેખાવો

નવી દિલ્હી, તા. 21 જુલાઈ 2019, સોમવાર

વિશ્વની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક એમેઝોનનો ભલે દુનિયામાં દબદબો હોય પણ તેના ગોડાઉનોમાં કામ કરનારા કર્મચારીઓની હાલત બહુ ખરાબ હોવાનુ બહાર આવ્યુ છે.

અમેઝોનમાં કામ કરનારા કર્મચારીઓને શિફ્ટ દરમિયાન વોશરૂમ જવાની પણ પરવાનગી અપાતી નથી. આ કર્મચારીઓએ પેશાબ કરવા પણ પ્લાસ્ટિકની બોટલો રાખવાની ફરજ પડી રહી છે.

બ્રિટનમાં તો ઠેર ઠેર અમેઝોન કંપની સામે પ્રદર્શન થઈ રહ્યુ છે. બ્રિટનના ટ્રેડ યુનિયન તરફથી એમેઝોનના ગોડાઉનોની બહાર દેખાવો થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓએ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસને સંદેશો આપ્યો છે કે, કર્મચારીઓ માણસ છે, રોબોટ નથી.

યુનિયનનુ કહેવુ છે કે, ગોડાઉનોમાં કામ કરતા 600 કર્મચારીઓ સાથે ચાર વર્ષ સુધી જાણકારી મેળવ્યા બાદ જ પ્રદર્શન શરૂ કરાયુ છે. યુનિયનો આક્ષેપ છે કે, ગર્ભવતી મહિલાઓને કલાકો સુધી ઉભી રાખવામાં આવે છે. તેમને નોકરીમાંથી કાઢી મુકાય છે.

જોકે એમેઝોનના પ્રવક્તાએ તમામ આરોપોને ફગાવીને કહ્યુ છે કે, અમે કર્મચારીઓને સુરક્ષિત માહોલમાં કામ કરવાની તક પુરી પાડીએ છિએ.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30Uuis3
via Latest Gujarati News

Post a Comment

0 Comments