નવી દિલ્હી, તા.21 જુલાઈ 2019, સોમવાર
ઝારખંડમાં ફરી મોબ લિન્ચિંગની ઘટના બની છે. ઝારખંડના અંતરિયાળ ગુમલા વિસ્તારમાં ડાકણ હોવાની શંકા રાખીને ટોળાએ એક મહિલા સહિત ચાર લોકોની હત્યા કરી નાંખી છે.
રવિવારે વહેલી સવારે બનેલી ઘટના બાદ 12 વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. પોલીસનુ કહેવુ છે કે, પ્રાથમિક તબક્કે લાગે છે કે, અંધવિશ્વાસના કારણે મૃતકોની હત્યા કરાઈ છે.
એવુ મનાય છે કે, નકાબ પહેરીને આવેલા 12 લોકોએ ગામમાં ત્રણ ઘરોને ઘેરી લીધા હતા અને તેમાં રહેનારા ચાર લોકોને ઉઠાવીને ગામની બહાર લઈ ગયા હતા. જ્યાં તેમની ડંડા વડે પિટાઈ કરાઈ હતી. જેમાં ચારે વ્યક્તિઓના મોત થયા હતા.
ઝારખંડમાં જ ગયા મહિને તબરેઝ અંસારી નામના વ્યક્તિને બાઈક ચોરીના આરોપસર ટોળાએ મારી નાંખ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32FwPYH
via Latest Gujarati News
0 Comments