નવી દિલ્હી, તા.21 જુલાઈ 2019, સોમવાર
તમામ મોરચા પર માર ખાઈ રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને મળવા માટે અમેરિકા પહોંચ્યા છે.
જોકે આર્થિક કટોકટીના કારણે ચાર્ટર્ડ વિમાનની જગ્યાએ કતાર એરલાઈનના વિમાનમાં વોશિંગ્ટન પહોંચેલા ઈમરાનખાનને એરપોર્ટ પર મળવા માટે અમેરિકાના વહિવટીતંત્રનો કોઈ મોટો અધિકારી પહોંચ્યો નહોતો. ઈમરાનખાન મેટ્રોમાં બેસીને હોટલમાં ગયા હતા. ઈમરાનને રિસિવ કરવા માટે પાકના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી અને બીજા કેટલાક પાકિસ્તાનીઓ એરપોર્ટ પહોંચ્યા હતા.
અમેરિકાની યાત્રા દરમિયાન ઈમરાનખાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના કાર્યકારી પ્રમુખ ડેવિડ લિપ્ટન અને વિશ્વ બેંકના અધ્યક્ષ ડેવિડ મલપાસને પણ મળવાના છે. આ સિવાય મોદીની જેમ ઈમરાનખાન પણ પાકિસ્તાની મૂળના નાગરિકોને સંબોધન કરશે તેમજ મંગળવારે યુએસ ઈન્સ્ટિટ્યુટ ઓફ પીસ થિંક ટેન્કના કાર્યક્રમમાં સામેલ થશે.
જોકે અમેરિકા ઈમરાનખાન સમક્ષ ઓસામા બીન લાદેનનુ સરનામુ અમેરિકાને બતાવનાર ડોક્ટર શકીલ અફરીદીને છોડવાની માંગ કરી શકે છે. ઓસામાની ભાળ મેળવવામાં અમેરિકાને કરેલી મદદ બાદ શકીલ અફ્રિદીને પાકે જેલમાં ધકેલી દીધો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Z2P9sv
via Latest Gujarati News
0 Comments