નવી દિલ્હી, તા. 21 જુલાઇ 2019, રવિવાર
પાકિસ્તાથી પોલિયોનો વાઈરસ ભારતમાં ન આવે તે માટે પાકિસ્તાન જનારી થાર એક્સપ્રેસના મુસાફરોને પોલિયોની રસી પીવડાવામાં આવી રહી છે. રાજસ્થાનના ચાર જિલ્લામાં આખા વર્ષ દરમ્યાન પોલિયોની રસી પીવડાવામા આવે છે.
શુક્રવારે મોડી રાતે જોધપુરથી પાકિસ્તાન જનારી થાર એક્સપ્રેસમાં 377 મુસાફરોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી. જેમા 105 ભારતીય અને 272 પાકિસ્તાની મુસાફરો હતા. જે મુસાફરને પોલિયોની રસી પીવડાવવામા આવી તેને પીળો કાર્ડ આપવામાં આવ્યો હતો.
તબીબી અને આરોગ્ય વિભાગના સીએમએચઓ ડૉ. બલવંત મંડાએ જણાવ્યું કે, દુનિયાના ત્રણ દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નાઈઝીરિયામાં પોલિયોનો વાયરસ હજુ સક્રિય છે. એવામાં આપણા અહિંયાથી જનારી થાર એક્સપ્રેસમાં બાળકો અને મોટા બન્નેને પોલિયોની રસી પીવડાવવામાં આવે છે.
થાર એક્સપ્રેસમાં સાડા પાંચ વર્ષમાં અંદાજીત 39,653 બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી છે. જૂનમા 728 લોકોને રસી પીવડાવામાં આવી હતી. રસી પીવડવાનો આ નિર્ણય પાકિસ્તાનથી વાયરસ ભારત ન આવે એ માટે લેવામાં આવ્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32FFjiv
via Latest Gujarati News
0 Comments