
મુંબઇ,તા. 7 જુલાઈ 2019, રવિવાર
ફિલ્મ રાઉડી રાઠોડ સુપરહિટ થયા બાદ તેની સિકવલની વાત ઘણા સમયથી રહી છે. ફિલ્મના લેખકે બીજા ભાગની સ્ક્રિપ્ટ તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું. પરંતુ આ ફિલ્મની ઘોષણા થતી નહોતી.
જોકે હવે પાછી રાઉડી રાઠોડની સિકવલની ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મનું નિર્માણ સંજય લીલા ભણશાલીએ કર્યું હતું અને અક્ષય કુમારે આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવ્યું હતું. કહેવાય છે કે ભણશાલી અને અક્ષય ઘણા સમયથી આ ફિલ્મ બાબત ચર્ચા કરી રહ્યા છે. હવે બન્ને આ ફિલ્મ બનાવવા સહમત થયા હોવાનું જણાય છે.
મૂળ ફિલ્મનું દિગ્દર્શન પ્રભુદેવાએ કર્યું હતું. જ્યારે આ ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી અન્ય દિગ્દર્શકને સોંપવામાં આ્વે તેવી હિલચાલ છે. ફિલ્મમેકર્સ દિગ્દર્શકની શોધમાં હોવાની ચર્ચા છે.
આ ફિલ્મની બાકીની સ્ટારકાસ્ટ પણ મૂળ ફિલ્મની હશે કે નવા કલાકારોને લેવામાં આવશે તે અંગે પણ હજી સ્પષ્ટતા થઇ નથી.
અક્ષય કુમાર હાલ ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેથી આ ફિલ્મ ફ્લોર પર ૨૦૨૦માં જ જાય તેવી શક્યતા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32hqjr0
via Latest Gujarati News
0 Comments