
- નાની ઉંમર અને ગરીબાઈનો પાર નથી છતાં તેની પાસે પુરસ્કારોની માત્રા અને ઊંચા સ્વપ્નો અપાર હોવાનું ગણાવી શકાય તેમ છે
મુંબઇ, તા. 16 મે 2019, ગુરુવાર
મુંબઈના કલિના વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં ચાર બાય ચારના ઝૂંપડામાં રહેતાં સની પવારનું આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી સન્માન થવાનું છે. ૧૧ વર્ષીય સની પવારને ન્યૂયોર્ક ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વોત્કૃષ્ટ બાળકલાકાર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવનાર છે. જેને કારણે ફરી એક વાર મુંબઈ સહિત દેશનું નામ આ એવોર્ડ સમારંભમાં માનભેર ઉચ્ચારાશે.
સનીને 'ચિપ્પા' ચિત્રપટ માટે આ પુરસ્કાર આપવામાં આવશે. સનીએ આ પૂર્વે ઓસ્ટ્રેલિયન દિગ્દર્શક ગાર્થ ડેવ્હિસની ૨૦૧૬ની 'લાયન' હૉલિવુડ ફિલ્મમાં અભિનેતા દેવ પટેલના બાળપણની ભૂમિકા ભજવી હતી. સનીને 'ઍક્ટા' થી માંડી 'ધ એશિયા પૅસિફિક સ્ક્રીન એવોર્ડ'માં સ્પેશિયલ મેન્શન ગ્રેન્ડ જ્યૂરી પુરસ્કાર મળ્યો છે.
આ સંદર્ભે સનીએ એક યાદીમાં જણાવ્યું છે કે, આ પુરસ્કાર મળવાથી તે ખૂબ આનંદિત છે. તેનું શ્રેય તે તેના માતા-પિતાને આપી રહ્યો છે. તેને રજનીકાંત જેવા મોટા કલાકાર થવાની ઈચ્છા છે. ઉપરાંત તેને માતા-પિતા માટે મોટું ઘર પણ લેવું છે. જ્યારે તેના માતાપિતાનું કહેવું છે કે, સનીને કારણે અમને ઓળખ મળી છે. તેના શિક્ષક તેને ખૂબ મદદ કરે છે. તેને હવે જ્યારે શૂટિંગ માટે જવું હોય ત્યારે સ્કૂલના શિક્ષકો તેના અભ્યાસની સંભાળ લઈ તેને રજા પણ ફાળવી આપે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WUMZdz
via Latest Gujarati News
0 Comments