બેસ્ટ ઉપક્રમને આર્થિક ભીંસમાં ઉગારવા દર મહિને પાલિકા 100 કરોડ રૂપિયા આર્થિક મદદ કરશે


- પાલિકાના ગુ્રપ લીડરની બેઠકમાં નિર્ણય લેવાયો હોવાનું મેયર વિશ્વનાથ મહાડેશ્વરે જાહેર કર્યું

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.  16 મે 2019, ગુરુવાર

બેસ્ટ ઉપક્રમની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે મુંબઈ મહાગનર પાલિકા દર મહિને બેસ્ટ ઉપક્રમને ૧૦૦ કરોડ રૂપિયાની આર્થિક મદદ કરશે ેવું આજે પાલિકાની ગુ્રપ લીડરની બેઠકમાં નિર્ણય લેવાયો હોવાનું મેયર વિશ્વનાથ મહાજેશ્વરે જણાવ્યું હતું.

આજે બપોરે પાલિકાની મુખ્ય કચેરીમાં મેયર વિશ્વનાથ મહાડેશ્વરના નેતૃત્વ હેઠળ યોજાયેલી  ગુ્રપ લીડરની બેઠકમાં ડેપ્યુટી મેયર, વિપક્ષ નેતા અને કોંગ્રેસ નગરસેવક રવિરાજા, ભાજપના ગુ્રપ લીડર મનોજ કોટક, એનસીપીના ગુ્રપ લીડર રાખી જાધવ સહિત અન્ય લીડર તેમ જ પાલિકાના કમિશનર પ્રવીમ પરદેશી, એડિશનલ મ્યુનિસિપલ કમિશનર વિજય સિંઘલ સહિત વિવિધ અધિકારીઓ ઉપસ્થિત હતા.

બેસ્ટની આર્થિક પરિસ્થિતિને સદ્ધર લાવવા અને બેસ્ટ ઉપક્રમના અંદાજપત્રને પાલિકાના બજેટમાં જોડી દેવાઈનહીં ત્યાં સુધી પાલિકાએ દર મહિને ૧૦૦ કરોડ રૂપિયા બેસ્ટ ઉપક્રમને આર્થિક મદદ તરીકે નાણાં આપવા આ અંગે મેયરના પ્રસ્તાવને તમામ રાજકીય પક્ષના ગુ્રપ લીડરે સહમતિ આપી હતી. અને કમિશનરે પણ સાકારાત્મક વલણ અપનાવ્યું હોવાથી બેસ્ટને દર મહિને પાલિકા આર્થિક મદદ કરશે. એવું મેયરે જાહેર કર્યું હતું. અત્યારે બેસ્ટ ઉપક્રમના માથે ત્રણ હજાર કરોડ રૂપિયાનું દેવું છે.

આ સિવાય બેસ્ટ ઉપક્રમ ત્રણ હજાર બસ ભાડા પર લઈને મુંબઈગરાને બસ સેવા પૂરી પાડશે. આમ બેસ્ટ ઉપક્રમનું ખાનગીકરણ દિશા તરફ જઈ રહ્યું હોવાનો આક્ષેપ પાલિકાના વિપક્ષ નેતા રવિરાજો કર્યો હતો.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2w1Np5V
via Latest Gujarati News

Post a Comment

0 Comments