સરકારી સ્કૂલોના શિક્ષકોની ઈન્ટરનેટ, ફોન અને ઓનલાઈન ટ્રેનિંગની માગ



મુંબઈ,તા.14 મે, 2020, ગુરુવાર

 સરકાર સંચાલિત શાળામાં શિક્ષકો મે મહિનાની રજાઓમાં પણ ઓનલાઈન ક્લાસ લઈ રહ્યા છે, તે દરમ્યાન તેમણે સરકાર પાસે ઓનલાઈન ક્લાસ લેવા માટે પૂરતાં સંસાધનોની માગણી કરી છે. શિક્ષકોએ દાવો કર્યો છે કે સરકાર તેમજ સ્કૂલ પ્રશાસન બંનેએ પહેલાં ઓનલાઈન ટ્રેનિંગ લેવી જોઈએ અને ઈન્ટરનેટ સવસ તેમજ મોબાઈલ કે કોમ્પ્યુટર્સની સુવિધા પૂરી પાડવી જોઈએ. 

મહામારી દરમ્યાન વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નુકશાન ન થાય માટે લોકડાઉન શરૃ થયું ત્યારથી તમામ સરકારી તેમજ પાલિકા સંચાલિત શાળાઓમાં શિક્ષકોને ઓનલાઈન વર્ગ લેવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ તેમાંના અમુક શિક્ષકોએ એવું જણાવ્યું છે કે, તેમની પાસે વર્ચ્યુઅલ ક્લાસ લેવા માટે કોઈ પૂરતી સુવિધા નથી. ઘણા શિક્ષકો પાસે વાઈફાઈની સુવિધા નથી તો ઘણા શિક્ષકોને લેપટોપ કે સ્માર્ટફોન લેવા પડે તેમ છે. 

જો શિક્ષકો ઓનલાઈન ક્લાસ નહીં લે તો તેઓને પગાર નહીં મળે અથવા નોકરી પણ ગુમાવી શકે છે, એવું રાજ્ય સ્કૂલ શિક્ષણ વિભાગના અધિકારી દ્વારા જાણવા મળ્યું છે. શિક્ષકોને પૂરતી સુવિધા આપવી એ સ્કૂલોની જવાબદારી છે. તે માટે સ્કૂલો ફી અથવા મેઈન્ટેનન્સની રકમ વાપરી શકે છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2X1uYeA
via Latest Gujarati News

Post a Comment

0 Comments