ઠાકરે સરકાર 31 મે સુધી લોકડાઉન લંબાવસે એવા સંકેતો



(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 14, મે, 2020, ગુરુવાર

 મહારાષ્ટ્રની મહા વિકાસ આઘડીના નેતાઓએ ૩૧ મે સુધી રાજ્યમાં લોકડાઉન વધારવાની સંમતિ આપી છે. એવું જાણવા મળ્યું છે  મહા વિકાસ આઘડી માંઆગેવાનોની આજે બેઠક મળી હતી.  આ મીટીંગમાં દરેકએ લોકડાઉન વધારવાની સંમતિ આપી છે.  કોરોનાથી સર્જાયેલી પરિસ્થિતિ હજી નિયંત્રણમાં નથી અને દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ દર્દીઓ છે.  કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે લોકડાઉન વધારવામાં આવશે અને તે ક્યારે લંબાવવામાં આવશે તે હજુ સુધી જાણી શકાયું નથી.  સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર લોકડાઉન ૪ માં નવા નિયમો અને શરતોની વિગતો નહીં આપે ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે નહીં.

 મુંબઈના શિવાજી પાર્ક ખાતે આવેલા બાળાસાહેબ ઠાકરે રાષ્ટ્રીય સ્મારક ખાતે મહા વિકાસ આઘડિની બેઠક મળી હતી.  આ બેઠકમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, જળ સંસાધન પ્રધાન જયંત પાટિલ, જાહેર બાંધકામ પ્રધાન અશોક ચવ્હાણ અને મહેસૂલ પ્રધાન બાળાસાહેબ થોરાત ઉપસ્થિત રહ્યા હતા.  બેઠકમાં વરિ વહીવટી અને પોલીસ અધિકારીઓ પણ હાજર હતા.

 મીટિંગમાં ૩૧ મે સુધી લોકડાઉન જાળવવા સંમતિ આપવામાં આવી હતી.  જાણવા મળ્યું છે કે તે જ સમયે, ઉદ્યોગ તબક્કાવાર શરૃ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  પરંતુ કન્ટેન્ટ ઝોનમાં કોઈ છૂટ આપવામાં આવશે નહીં.  જો કે, હજી સુધી આ અંગેની કોઇ સત્તાવર જાહેરાત કરવામાં આવી નથી.  એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા વિગતવાર માહિતી આપ્યા પછી જ રાજ્ય સરકાર દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવશે.

 દરમિયાન, કેન્દ્ર સરકારે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે લોકડાઉન વધારવામાં આવશે.  રાષ્ટ્રને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોષણા કરી હતી કે ૧૭ મે પછી પણ લોકડાઉન ચાલુ રહી શકે એવી શક્યતા છે. પણ તે કેટલો સમય ચાલશે અથવા કયા પ્રતિબંધોને હળવા કરવા માટે ૧૭ મે પહેલાતેની ઘોષણા  આવશે. એમ વડાપ્રધાને કહ્યું હતું .આ વખતે તેમણેકોરોના સંકટને પહોંચી વળવા ૨૦ લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WXbFmL
via Latest Gujarati News

Post a Comment

0 Comments