
મુંબઈ,તા.14 મે, 2020, ગુરુવાર
ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી-બોમ્બે (આઈઆઈટી-બી) એ જે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની બાકી છે, તેમને ફરી કેમ્પસમાં ન બોલાવતાં ગ્રેડિંગ પદ્ધતિએ માર્ક આપી અત્યારની સેમેસ્ટર પૂરી કરવાનો નિર્ણય લીધો છે. તમામ વર્ષના વિદ્યાર્થીઓને વર્ષ દરમ્યાનના તેમના થિયરી અને લેબ કોર્સના માર્કને આધારે સરેરાશ ગ્રેડ આપવામાં આવશે.
દરમ્યાન શિક્ષકો ૨૦ ટકા જેટલા માર્ક આપવા માટે ઓનલાઈન પદ્ધતિએ પરીક્ષા લઈ શકે છે. જોકે વિદ્યાર્થીઓને માટે લોકડાઉનને કારણે કેમ્પસમાં પાછું ફરવું મુશ્કેલ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
જે વિદ્યાર્થીઓને તેમના પહેલાંના માર્ક સંતોષજનક ન લાગે તો તેઓ 'એસદ ગ્રેડ વિકલ્પ હેઠળ પછીથી પરીક્ષા આપી પોતાના ગ્રેડમાં સુધારો કરવાની એક તક મેળવી શકશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3byWOEm
via Latest Gujarati News
0 Comments